દુર્ઘટના:જોડિયાના કેશિયામાં કૂવામાંથી શ્રમિક મહિલાનો મૃતદેહ મળ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિએ સિઝન પતાવી માવતરે જવાનુ કહેતા ભર્યુ અંતિમ પગલું

જોડીયા તાલુકાના કેશીયા ગામની સીમમાં રહેતી મુળ મધ્યપ્રદેશ રાજયની વતની શ્રમિક પરિણીતાએ ઘરેથી નિકળ્યા બાદ કુવામાં પડતુ મુકી જીવતર ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના કેશીયા ગામની સીમમાં એક કુવામાં કોઇ મહિલાનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને ઉંડા કુવામાં ખાટલાની મદદ વડે મૃતદેહને બહાર કાઢયો હતો.

બનાવના પગલે જોડીયા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસ તપાસ દરમિયાર મૃતદેહની ઓળખ સાંપડી હતી જે મૃતક મહિલા સાગરીબેન કાંતીભાઇ સીંગાળ(ઉ.વ. 32) હોવાનુ જાહેર થયુ હતુ. આ બનાવના પગલે મૃતકના પતિ કાંતીભાઇ સીંગાળનુ પોલીસે નિવેદન નોંધ્યુ હતુ જેમાં મૃતકને તેના માવતરે લગ્નપ્રસંગમાં જવુ હોય,તેના પતિએ ચાલુ સિઝન પુર્ણ કરી થોડા દિવસ પછી જવાનુ કહેતા માઠુ લાગ્યુ હતુ અને પરમદિને ઘરેથી નિકળી ગયા બાદ આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે.મૃતકની શોધખોળ વેળાએ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...