શંકાસ્પદ મોત:જામનગરમાં ધણશેરીની ખાડ વિસ્તારમાં નેપાળી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં ધણશેરીની ખાડ વિસ્તારમાં આજે સવારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

પોલીસે તપાસ આરંભી
આ બનાવ અંગેની મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં ધણશેરીની ખાડ વિસ્તારમાંથી આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવતા લોકો એકઠાં થઈ ગયા હતાં. ત્યારબાદ આ બનાવની જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરતાં પ્રાથમિક તારણમાં મૃતક સુવીલાલસિંગ (ઉ.વ.40) નામના નેપાળી યુવાનનો હોવાની ઓળખ થઈ હતી અને યુવાન ખીજડિયા બાયપાસ પાસે આવેલી જય માતાજી હોટલમાં કામ કરતો હતો અને ગત તા .6 ઓક્ટોબરના રોજ હોટલથી ચાલ્યા ગયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મોતનું કારણ જાણવા તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...