તપાસ:જામનગરમાં ઘાંચીની ખડકી પાસે કૂવામાંથી બાળકનો મૃતદેહ મળ્યો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસથી લાપતા બનેલા બાળક કુવામાંથી મૃત હાલતમાં મળી આવ્યો: પોલીસ દ્વારા તપાસ

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઘાંચીની ખડકી પાસે એક કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.ફાયર બ્રિગેડે આઠ-દશ વર્ષની વયના આ મૃતક બાળકના દેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.મૃતક બાળક ત્રણેક દિવસથી લાપતા બન્યા બાદ તેનો મૃતદેહ મળી આવ્યાનુ જાણવા મળ્યુ છે.

સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના કાલાવડ નાકા બહાર ઘાંચીની ખડકી પાસે એક કુવામાં કોઇ મૃતદેહ હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી જામ્યુકોની ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ફાયર કર્મચારીઓએ કુવા અંદરથી એક બાળકનો મૃતદેહ બહાર કાઢયો હતો અને તેને પોલીસને સુપરત કર્યો હતો.જેના પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.જે દરમિયા મૃતક બાળકની ઓળખ સાંપડી હતી જે બાળકનુ નામ કાદર હોવાનુ સામે આવ્યુ હતુ.

મૃતક બાળક તેના માતા સાથે નાનાના ઘરે રહેતો હોવાનુ જાણવા મળ્યુ છે.બીજી બાજુ ભોગ બનનાર બાળક લાપતા બન્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ જે બાદ તેનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવને પગલે ઘટનાસ્થળ પર આજુબાજુના લોકો સહિતના ટોળા એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...