તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Bodies Of Three Youths Who Were Stranded In Floods In Jamnagar Were Found Today, Bringing The Total Death Toll In The District To 7 So Far.

આફત બની જીવલેણ:જામનગરમાં પૂરમાં તણાઈ ગયેલા ત્રણ યુવકોના આજે મૃતદેહ મળી આવ્યા, ​​​​​​​જિલ્લામાં 10 માનવ જિંદગીઓનો અંત

જામનગર7 દિવસ પહેલા
રોજી બંદર પાસેથી ત્રણ મૃતદેહ મળી આવ્યા
  • જામનગરના રોજી બંદર પાસે દરિયામાંથી ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા
  • મહાપ્રભુજીની બેઠક પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કુલ સાત લોકોના જીવ ગયા હોવાની વિગતો સામે આવી છે. બેડીના લાપત્તા બનેલા બે માછીમારો સહિત કુલ ત્રણ વ્યકિતના આજે રોજી બંદર પાસેથી મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મહાપ્રભુજીની બેઠક પાસેથી પણ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 7 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે.

જામનગર તાલુકા અને જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ પાણી ઓસરતા હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં સેંકડો લોકો ફસાયા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામા આવી હતી. તેમ છતા જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક યુવકનું તણાઈ જવાથી મોત નિપજ્યું છે. તો સમાણા પાસે બે યુવકો તણાઈ જતા મોત નિપજ્યા હતા. જ્યારે મહાપ્રભુજીની બેઠક પાસેથી પણ આજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.શહેરના બેડી વિસ્તારમાંથી બે યુવકો લાપત્તા થયા હોય આજે બંનેના મૃતદેહ રોજીબંદર પાસેથી મળી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમને આ બંને યુવકોના મૃતદેહની સાથે અન્ય એક યુવકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...