તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત પક્ષીઓ મળ્યા:જામનગર લાખોટા તળાવના પાછળના ભાગે 40 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા

જામનગર25 દિવસ પહેલા
  • તંત્ર દ્વારા મૃતક પક્ષીઓને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા

જામનગર શહેર લાખોટા તળાવમાં અનેક વખત પક્ષીઓના મોત થવાની ઘટના બનતી રહે છે ત્યારે આજે ફરીવાર પક્ષીઓના મોતની ઘટના બની છે. જેમાં 40 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા છે, તેમાં ટીલીયાળી બતક અને એક ભગતડું કુંટ સહિતના પક્ષીઓના મોત થયા છે, જ્યારે જામનગર મહાનગરપાલિકા અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ પક્ષીઓના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી દઈ કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરની શાન ગણાતા એવા લાખોટા તળાવમાં અવારનવાર પક્ષીઓના મોત નિપજ્યાની ઘટના બની છે.પાછલા તળાવના ચબુતરા પાસેના ભાગમાં અને પક્ષીઓના મોત નિપજ્યાની જાણ થતાં જામનગર મહાનગર પાલિકાની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થળ પરથી અંદાજે 40 જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. પક્ષીઓના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે પણ મોકલવામાં આવ્યા છે, જ્યારે પક્ષીઓના મોત પત્તા પક્ષી પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

તંત્ર દ્વારા આ પક્ષીઓના મોત કયા કારણોસર નીપજ્યા છે. તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે, જો કે પાછલા તળાવમાં શહેરીજનો દ્વારા ખોરાક આપવામાં આવે છે અને આ ખોરાકમાં કોઇ એવી વસ્તુ આવી ગઈ હોય જેના લીધે પક્ષીઓના મોત નિપજ્યાં શંકા સેવાઇ રહી છે. બીજી બાજુ પક્ષીઓના મોત ઓચિંતા થવાથી તંત્ર માટે પણ તપાસનો વિષય બની ગયો છે. કયા કારણસર પક્ષીઓના મોત થયા છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગરના લાખોટા તળાવના પાછલા ભાગમાંથી આજે રહસ્યમય હાલતમાં પક્ષીઓના મોત જોવા મળ્યા હતા, જ્યારે જીવ દયા પ્રેમી પર જોવા મળ્યો હતો. પક્ષીઓના ટપોટપ મોત થયા હતા ત્યાર બાદ તાત્કાલિક તેને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને 10 પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...