તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:જામગનરની પટેલ કોલોનીમાંથી મળેલા મૃતદેહનું લોહી ચેરી રેડ થઈ ગયું, આવું ગૂંગળામણથી જ થાય, અર્થાત્… કિશોરની હત્યા થઈ છે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિશોરની લાશ ઊંધી અને પેન્ટ અડધું નીચે ઉતરેલું હતું - Divya Bhaskar
કિશોરની લાશ ઊંધી અને પેન્ટ અડધું નીચે ઉતરેલું હતું
  • પૃષ્ઠ ભાગ નોર્મલ કરતા વધુ પહોળો હતો, મોઢુ-દાઢ અને જીભ પર દબાણ થયું હોવાના નિશાન છે !
  • પોલીસ આને કુદરતી મોત માની રહી છે ત્યારે ભાસ્કર ઈન્વેસ્ટિગેશનમાં ધડાકો, મૃતકના નખ બ્લૂ કલરના થઈ ગયા હતા

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષના અવાવરૂ જગ્યામાંથી અજાણ્યા કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ તપાસમાં કિશોરની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. બીજી બાજુ ભાસ્કરે આ બાબતે તપાસ કરતા સ્પષ્ટ થયું છે કે, કિશોર સાથે કશું અજુગતું થયું હતું અને બાદમાં તેની હત્યા થઈ હતી જે તેના શરીર પરથી મળેલા તમામ નિશાનો અને પુરાવાઓ સ્પષ્ટ કરે છે.

પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવે છે
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા ગેલેરિયા કોમ્પલેક્ષમાં 16 વર્ષના કિશોરની ઉંધી પડેલી લાશ મળી આવતા પોલીસ દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક અનુમાન એવું લગાવ્યું હતું કે, બાજુમાં પડેલા ઈલેક્ટ્રીક વાયરના શોર્ટના કારણે કિશોરનું મૃત્યુ થયું હોય, પરંતુ સ્પષ્ટ થતું ન હતું. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ડોક્ટરના તારણની રાહ જોઈ રહ્યું છે.

ગૂંગળામણથી મોત થવાની આશંકા
ત્યારે ભાસ્કરે આ બાબતે ઉંડી તપાસ કરતા જાણવા મળ્યું કે, કિશોરની લાશ મળી ત્યારે તેનો પૃષ્ઠ ભાગ નોર્મલ કરતા વધુ પહોળો હતો, મોઢુ, દાઢ, જીભ પર દબાણ થયાના નિશાન હતા. તેમજ તેના શરીરનું લોહી ચેરી રેડ કલરનું થઈ ગયું હતું જે ગૂંગળામણથી મોત થયાના કિસ્સામાં થાય. આ પરથી સ્પષ્ટ થાય છે કે, કિશોર સાથે પહેલે કંઈ અઘટિત બન્યું છે બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી છે. હવે પોલીસ તપાસમાં સત્ય બહાર આવે તે જરૂરી છે.

સીસીટીવી કેમેરા કેમ ચેક થતાં નથી
પટેલ કોલોનીના ગેલેરિયા કોમ્પલેક્ષમાં સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાં કિશોર કોમ્પલેક્ષમાં જતો દેખાય છે તો ત્યાર પછી જનારા લોકોની તપાસ અને પૂછપરછ કેમ થતી નથી. જેના કારણે કેસ ઉકેલી શકાય તેમ છે. પોલીસે હજુ સુધી સીસીટીવી કેમેરા પર કોઈ ધ્યાન જ નથી આપ્યું. જે બાબત ખુબ જ શંકાસ્પદ છે.

કિશોરની લાશ ઉંધી હતી અને પેન્ટ અડધું ઉતરેલું હતું
જે કોમ્પલેક્ષમાંથી કિશોરની લાશ મળી હતી તે પ્રથમ રીતે જ શંકાસ્પદ હતી. કિશોરનો પૃષ્ઠ ભાગ નોર્મલ કરતા વધુ પહોળો હતો તેમજ જ્યારે તેની લાશ મળી ત્યારે શરીર પરથી અડધું પેન્ટ નીચે ઉતરેલું હતું. આ ઉપરાંત તેણે જે ખોરાક લીધો હતો તે પણ છાતી સુધી પહોંચી ગયો હોવાનું ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું છે.

કુદરતી મોત લાગે છે: પોલીસ અધિકારી
પટેલ કોલોનીના ગેલેરિયા કોમ્પલેક્ષમાંથી મળેલી કિશોરની લાશમાં તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે તે પંક્ચર સાંધવાની ટયૂબ સુંઘવાની ટેવ ધરાવતો હતો જે નશામાં આવે છે. - એમ.પી. ગોરાણિયા, હેડ કોન્સ્ટેબલ, સિટી-બી ડિવિઝન.

ઉચ્ચ એજન્સીની તપાસ જરૂરી છે
કિશોરની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થાય છે ત્યારે આ તપાસ એલસીબી, એસઓજી જેવી એજન્સી કરે તે અત્યંત જરૂરી છે. કારણ કે, હત્યા અને તેના પહેલેના સંજોગો ખૂબજ શંકાસ્પદ છે. બીજી બાજુ હજુ સુધી કિશોરની ઓળખ પણ પ્રસ્થાપિત થઈ નથી. સ્થાનિક પોલીસ જયારે આ ઘટનાને કુદરતી મોત તરીકે જોઇ રહી છે ત્યારે ઉચ્ચ એજન્સીઓની નજર અત્યંત જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...