ધાર્મિક:જામનગરમાં 11મીએ જલારામ બાપાની જન્મ જયંતી ઉજવાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલારામ જયંતી મહોત્સવ સમિતિ દ્વારા આયોજનને આખરી ઓપ અપાઇ

જામનગરમાં છેલ્લા 24 વર્ષથી સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ આ આયોજનને આખરી ઓપ આપવા માટે રવિવારના લોહાણા મહાજનવાડી, પંચેશ્વર ટાવર પાસે લોહાણા જ્ઞાતિજનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટીકાશી જામનગરમાં આ વર્ષે તા. 11 નવેમ્બરના ગુરૂવારે જલારામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી કોરોના સંદર્ભેની સરકારની માર્ગદર્શિકા મુજબ કાર્યક્રમો અંગે આ બેઠકમાં નિર્ણય કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર જલારામ જયંતી મહોત્સવ સમિતિ વતી જીતુભાઈ લાલના જણાવ્યા મુજબ તા. 11ના જલારામ જયંતી પ્રસંગે હાપા તેમજ સાધના કોલોનીના જલારામ મંદિરે ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવા તેમજ લોહાણા મહાજનવાડીમાં પૂજન, ગાયોને ઘાસચારો, લાડવા અર્પણ કરવા, સારસ્વત બ્રાહ્મણ સમાજના સમૂહ ભોજન માટે માસ્તાનનું આયોજન કરવા, શહેરમાં આ દિવસે પ્રસાદી વિતરણ તથા શોભાયાત્રાના આયોજનને રઘુવંશી સમાજની બેઠકમાં આખરી ઓપ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...