પરિવારમાં શોક:હરીપર પાસે રોઝડું આડું ઉતર્યુ બાઈકસવાર દંપતિ ખંડિત થયું

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિનું ગંભીર હાલતમાં મૃત્યુ: પત્ની સારવાર હેઠળ
  • લાલપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો, કાર્યવાહી

જામનગર જિલ્લાના લાલપુર ધોરીમાર્ગ પર હરીપર ગામ પાસે એક બાઈકની આડે રોજડું ઉતરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવારનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેમના પત્ની સારવાર હેઠળ છે. સમગ્ર મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લાલપુર તાલુકાના હરિપર ગામમાં રહેતા દિનેશભાઈ ખીમજીભાઈ અકબરી નામના 50 વર્ષના આધેડ તેની પત્નીને બાઈકમાં પાછળ બેસાડીને રવિવારે રાત્રિના સવા આઠેક વાગ્યાના અરસામાં હરીપર ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન રાત્રિના અંધારામાં એકાએક રોજડું આવીને બાઈક સાથે ટકરાયું હતું. જેથી મોટરસાયકલ ફંગોળાઇ ગયું હતું અને બાઇક સવાર દંપતીને નાની-મોટી ઇજા થઇ હતી. જેમાં દિનેશભાઈને ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં હોસ્પિટલમાં ખસેડાય તે પહેલા જ તબીબે તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે તેમના પત્નીને સામાન્ય ઇજા થઇ હતી.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ભરત દિનેશભાઈ અકબરીએ પોલીસને જાણ કરતાં લાલપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...