તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • The Bike Got Stuck On The Railway Track And The Train Arrived, Instead Of Moving Away From The Track, The Driver Kept Signaling The Train Driver To Stop The Train

આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન:રેલવે ટ્રેક પર બાઈક ફસાયું અને ટ્રેન આવી પહોંચી, ટ્રેક પરથી દૂર જવાના બદલે ચાલક ટ્રેનના ડ્રાઈવરને ટ્રેન રોકવા ઈશારા કરતો રહ્યો

જામનગર13 દિવસ પહેલા
  • સદનસીબે અંતિમઘડીએ યુવક ટ્રેક પરથી દૂર ખસી જતા જીવ બચ્યો

જામનગર શહેરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેંદ્ર બન્યો છે. રેલવે ટ્રેક પર ફસાયેલું બાઈક કાઢતી સમયે જ ટ્રેન આવી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અંતિમક્ષણોમાં યુવક ટ્રેક પરથી દૂર થતા તેનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ મોટર સાયકલના ભુક્કા નીકળી ગયા હતા.

ટ્રેક પર ઉભા રહીને જ ટ્રેન રોકવા માટે ઈશારા
જે સ્થળે બનાવ બન્યો તેની નજીક કોઈ સ્ટેશન કે ક્રોસિંગ ના હોવાથી સ્વભાવિક રીતે ટ્રેનની સ્પીડ વધુ જ હોય. હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન પુરપાટ ઝડપે આવી રહી હતી. તો બીજી તરફ રેલવે ક્રોસિંગ વગર જ રેલવે ટ્રેક પસાર કરતી સમયે બાઈક ફસાતા યુવક તેનું બાઈક સલામત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેનનો ચાલક દૂરથી જ વ્હીસલ લગાવી રહ્યો હતો તેમ છતા યુવક પોતાનું બાઈક કાઢવામા મશગૂલ હતો. સ્વભાવિક છે કે, હાથ ઊંચો કરીને બસ રોકાય તેમ ટ્રેન ના રોકાય તેમ છતા યુવક ટ્રેનના ચાલકને હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો ઈશારા કરતો જોવા મળી રહ્યો છે.

ગણતરીની સેકન્ડોમાં યુવકનો બચાવ થયો
યુવકે હાથ ઊંચો કરી ટ્રેન રોકવાનો પ્રયાસ તો કર્યો. પરંતુ, ટ્રેન આગળ ધસી આવતા અંતિમક્ષણોમાં યુવક ટ્રેકની બાજુમાં કૂદકો મારી જતો રહ્યો હતો. જેના કારણે તેનો બચાવ થયો હતો. તો બીજી તરફ મોટર સાયકલ ટ્રેન હેઠળ આવી જતા ભુક્કા નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...