અનલોક:મોટી હવેલીમાં 15 જૂનથી મંગળા-શયનના દર્શન થશે, ગાઈડલાઈનનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના પગલે દર્શન બંધ હતાં

જામનગરની મોટી હવેલીમાં તા. 15 જૂનથી મંગળા અને શયનના દર્શન શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મોટી હવેલી બંધ રહી હતી. મહાકવિ હરિરાયજી મહરાજના જન્મ દિવસથી હવેલીમાં પુન: દર્શન શરૂ થશે. જામનગરની મોટી હવેલીમાં તા. 15 જૂનથી સવારે મંગળા અને સાંજે શયનના દર્શન ખૂલશે. જામનગરના ગાદીપતિ હરિરાયજી મહારાજના જન્મ દિવસથી દર્શનનો પ્રારંભ થશે.

15 જૂનથી સવારે 7.45 થી 8.15 સુધી મંગળા દર્શન અને સાંજે 6.50 થી 7.15 સુધી શયનના દર્શન ભાવિકો કરી શકશે. જામનગર મોટી હવેલીમાં દર્શન કરવા આવનાર વૈષ્ણવોએ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, દર્શન કરી તરત બહાર નીકળી જવાનું રહેશે. ઉપરાંત દરરોજ ફક્ત બે જ દર્શન ખૂલશે. બાકીનો તમામ ક્રમ ભીતર થશે. વ્યવસ્થામાં સાથ આપવા તથા વાહનો ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્ક કરવા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...