તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:છોટીકાશીમાં પવિત્ર પુરૂષોત્તમ માસનો ભાવભેર પ્રારંભ, ભાવિકો દ્વારા ઉપવાસ

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ દ્વારા ગોરમાનું પૂજન-અર્ચન
  • મંદિરોમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભકતો ઉમટયા

મંદિરોની નગરી છોટીકાશી જામનગરમાં પવિત્ર પુરષોતમ મહિનાનો ભાવભેર પ્રારંભ થયો છે. ભાવિકો દ્વારા ઉપવાસ, એકટાણા સહીતના વ્રત શરૂ કરવામાં આવ્યા છે. મહિલાઓ દ્વારા ગોરમાનું પૂજન-અર્ચન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલા પુરષોતમ ભગવાનના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતાં.

પૂર્ણ પુરષોતમ ભગવાનની ભકિતનો મહિનો કે જે અધીક મહીના તરીકે પણ ઓળખાય છે તે દર ત્રણ વર્ષે એક વખત આવે છે. ચાલુ વર્ષે અધિક મહિનાનો પ્રારંભ શુક્રવારથી થયો છે. જામનગરમાં પુરષોતમ મહિનાના પ્રથમ દિવસે શહેરમાં હવાઇચોક, પંજાબ બેંક પાસે તથા ગિરધારી મંદિર ધનબાઇના ડેલા પાસે આવેલા પૂર્ણ પુરષોતમ ભગવાનના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતાં. બીજી બાજુ બહેનો દ્વારા ધેર-ધેર ગોરમાનું પૂજન શરૂ કરવામાં આવ્યું છે. આ મહિનામાં દાન,પુણ્યની સાથે વ્રતનું ખૂબજ મહત્વ હોય ભાવિકો દ્વારા ઉપવાસ, એકટાણા સહીતના વ્રત શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...