સાવધાન / હાલારમાં રણતીડ ગમે ત્યારે ત્રાટકશે, સરહદી ગામડાઓમાં ત્રાટકવાની શકયતા વધુ

The battlefield in Halar will strike at any time, more likely to strike in the border villages
X
The battlefield in Halar will strike at any time, more likely to strike in the border villages

  • કોરોનાના ભય વચ્ચે તીડના ઉપદ્વવના જોખમથી ખેડૂતો ચિંતિત
  • સાવચેતીના પગલાં લેવા ખેડૂતોને જણાવાય઼ું
  • જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

જામનગર. રણતીડ એવી આંતરરાષ્ટ્રીય જીવાત છે જેના ટોળા હજારો માઈલ દૂરના દેશોમાં જઈ મોટું નુકસાન કરે છે. આફ્રીકાથી તીડનું એક મોટું ઝૂંડ ગુજરાત તરફ આવતા ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. આ સ્થિતિમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રણતીડના આક્રમણના ખતરાના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે અને રણતીડના આક્રમણના તોળાતા આ ખતરાની સામે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રણતીડ ઉપદ્રવના જોખમ વચ્ચે જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશામાંથી આવ્યા,  કેટલા વિસ્તારમાં તીડ બેઠા, કયા ગામે કઈ સીમમાં બેઠા તેની માહિતી તાકીદે જિલ્લા પંચાયત કચેરીના તીડ કંટ્રોલ રૂમના ફોન નં. ૦૨૮૮-૨૫૫૬૧૧૯ પર જાણ કરવા ખેડૂતોને જણાવાયું છે. 

તીડના ટોળાથી બને એટલું ઓછું નુકસાન થાય તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ 
આફ્રીકાથી આવતા તીડના લીધે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને નુકસાન થઈ શકે છે. આથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પરિસ્થિતિ માટે કંટ્રોલરૂમ ઉભો કરાયો છે. જેના નંબર 0288-2556119 અને 1077 છે. આથી જો કોઇને તીડ જોવા મળે તો આ નંબર  સંપર્ક કરવો.  - રવિશંકર, જામનગર જિલ્લા કલેકટર.

પવનની દિશા પ્રમાણે તીડના ટોળા સ્થળાંતર કરે 
હજારોની સંખ્યામાં રણતીડ પવનની દિશા પ્રમાણે સ્થળાંતર કરે છે. સવારે ઉડે ત્યારે પવનની દિશા હોય તે બાજુ જતાં રહે છે. આ કારણોસર હાલારમાં તીડ કયારે ત્રાટકશે તે અનિશ્ચિત હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

દવા છાંટવા સ્પ્રેયર તૈયાર રાખવા જોઇએ 
રણતીડના  નિયંત્રણ માટે  જીપ, ટ્રેલર, ટ્રેક્ટર તૈયાર રાખવું. દવા છંટકાવ માટે ફૂટ અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ ૨૦% (૨૪ મીલી),૫૦% (૧૦મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫% (૧૦ મીલી) મેલાથીયોન ૫૦% (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫% (૨.૫ મીલી), ફિપ્રોનીલ ૨.૯૨% (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% (૧૦ મીલી) દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.  -  એચ.વી.ગોસાઇ,  જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી