તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલની સુરક્ષામાં છીંડા:રવિવાર રાતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં જાગૃત નાગરિકે પૂછ્યું, ‘કેટલો દારૂ પીધો છે?’ તો સિક્યુરિટી સુપરવાઈઝરે કહ્યું, ‘2 પેગ!’

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સિક્યુરિટી સુપરવાઇઝર કામ કરતો હતો - Divya Bhaskar
ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સિક્યુરિટી સુપરવાઇઝર કામ કરતો હતો
 • જી.જી. હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઈઝર પોતાની ઓફિસમાં ચિક્કાર નશામાં હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ
 • હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ, જાગૃત નાગરિકે વાતચીત કરીને વીડિયો ઉતારી લીધો, મહિલા કર્મચારીઓ મુશ્કેલીમાં!
 • સુપરવાઈઝર નશામાં સરખુ બોલી તો નહતા શકતા

સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી જી.જી. હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. ત્યારે ગત રાત્રિએ હોસ્પિટલના સિક્યુરિટીના સુપરવાઇઝર પોતાની ઓફિસમાં ચિક્કાર નશામાં બેસીને બબડાટ કરતા હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતારી લેતા સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુપરવાઇઝર સરખું બોલી નહોતો શકતો
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી તેમજ ગેરવર્તણૂંક અંગે તો અનેકવાર ફરિયાદો ઉઠી ચૂકી છે, પરંતુ ગતરાત્રિએ જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ નજીક આવેલા સિક્યુરિટી ઓફિસમાં બેસેલા સિક્યુરિટી સુપરવાઈઝર ભૂપતભાઈ નામનો શખસ ચિક્કાર નશામાં રહીને વહીવટ કરતો હોવાની જાણ થઈ હતી ત્યાં ફાઈલો લઈને સહીઓ કરાવવા આવતી મહિલાઓએ પોતાના મોઢે કપડા ઢાંકવા પડ્યા હતા. તે હદે સુપરવાઈઝરની ઓફિસ ગંધાતી હતી. સુપરવાઈઝર નશામાં સરખુ બોલી તો નહતા શકતા, પરંતુ ઉભા પણ થઈ શકતા ન હતા. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી લેતા આખી ચોંકાવનારી ઘટના બહાર આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વર્ષ પહેલા એજન્સીને ચેતવણી અપાઇ હતી
જી.જી. હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ ચાલુ ફરજે દારૂ પીતા હોવા બાબતે ગત તા. 4 ફેબ્રુઆરી 2020ના રોજ તબીબી અધ્યક્ષે એજન્સીને લેખિત ચેતવણી આપી હતી કે, હોસ્પિટલના વિવિધ વિભાગો માટે સિક્યુરિટી સેવાઓ લેવામાં આવે છે તે એજન્સીના સિક્યુરિટી ગાર્ડ ચાલુ ફરજ દરમિયાન માદક પદાર્થનું સેવન કરતા હોય તેમને તાત્કાલિક ફરજ પરથી દૂર કરો. જો ભવિષ્યમાં કોઈપણ બનાવ ન બને તે માટે એજન્સીએ તકેદારી રાખવાની રહેશે અને ફરિયાદ આવશે કે બનાવ બનશે તો આપની એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ્દ કરાશે.

પરીક્ષાની ડ્યુટીમાં વ્યસ્ત છું, આ મામલે જ‌રૂરથી પગલાં લેવાશે: તબીબી અધ્યક્ષ
હું અત્યારે પરીક્ષાની ડયૂટીમાં વ્યસ્ત છું એટલે આ બાબતની મને કાંઇ જ ખબર નથી, પરંતુ જો આવી કોઇ ઘટના મારા ધ્યાનમાં આવશે તો જરૂરથી આ મામલે કડક પગલાં લેવામાં આવશે, આવી હરકત કોઇ કાળે ચલાવી લેવામાં નહિં આવે. - ડો. દીપક તિવારી, તબીબી અધ્યક્ષ, જી.જી. હોસ્પિટલ.

સુપરવાઈઝર સાથે જાગૃત નાગરિકની વાતચિત
જાગૃત નાગરિક: ચોકીદાર કે સિક્યુરિટી કોઈ નથી ?
સુપરવાઈઝર: ના.
જાગૃત નાગરિક: ચાલુ નોકરીએ પીધેલા છો ?
સુપરવાઈઝર: ના.
જાગૃત નાગરિક: તો...ભૂપતભાઈ તમે ચાલુ નોકરીએ પીધેલા છો. હોસ્પિટલમાં કોઈ દિવસ પીને અવાય ?
સુપરવાઈઝર: ન અવાય.
જાગૃત નાગરિક: સારૂ લાગે આ ?
સુપરવાઈઝર: ન લાગે, કંઈ કામ હતું.
જાગૃત નાગરિક: આખી ઓફિસ ગંધાઈ છે, સ્પ્રે છાંટો કે અગરબત્તી કરો.
સુપરવાઈઝર: હાલ્યા રાખે.
જાગૃત નાગરિક: કેટલા પેગ માર્યા છે ?
સુપરવાઈઝર: ખાલી બે પેગ માર્યા છે.
જાગૃત નાગરિક: હાલી નીકળ્યા છો....

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો