તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઠ વેપારી જ આવ્યા:મધ્યાહન ભોજનનું અખાદ્ય તેલ ન ખરીદાતા હરાજીનો ફિયાસ્કો થયો

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 કીલો તેલની કિંમત રૂ.70 રખાતા આશ્ચર્ય

જામનગર મહાપાલિકા દ્વારા મધ્યાહન ભોજન યોજના માટે પુરવઠા નીગમ દ્વારા ફાળવવામાં આવેલા સીંગતેલના 22 ડબ્બા એટલે કે 330 કીલો તેલ કોરોના મહામારીને કારણે ઉપયોગમાં ન લેવાતા અખાધ બન્યું હતું. મનપા દ્વારા આ તેલની જાહેર હરાજી શુક્રવારે પ્રાથમિક શાળા નં.15 માં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રીય રસોઇ ઘરમાં રાખવામાં આવી હતી.

પરંતુ તેમાં ફકત આઠ વેપારી જ આવ્યા હતાં. હરાજીની નિવિદામાં 15 કીલો તેલના પ્રતિ ડબ્બાની અપસેટ કિંમત રૂ.70 દર્શાવામાં આવી હતી. પરંતુ હરાજી સમયે આ કિંમત પ્રતિકિલોની હોવાનું અધિકારીઓએ જણાવતાં કોઇ વેપારીએ અખાધ સીંગતેલ ન ખરીદતા હરાજીનો ફિયાસ્કો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...