તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ વિશ્લેષણ:વોર્ડ નં.5માં પાેશ વિસ્તારના અતિ શિક્ષિત મતદારોનું વલણ અકળ !

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વાલકેશ્વરીનગરીથી જાગૃતિનગર સુધીનો વિસ્તાર

વોર્ડ નં.5 એટલે જામનગરનો સૌથી પોશ વિસ્તાર, સૌથી શિક્ષિત અને સુવિધાસભર વિસ્તાર ગણવામાં આવે છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓની કોઈ કમી નથી. ફક્ત નિલકમલ સોસાયટી અને તેની પાછળ અમૂક જગ્યાએ રોડના કામ ચાલુ છે તેમજ ગટરની સામાન્ય સમસ્યા રહે છે. જામનગર શહેરનો આ વિસ્તાર અત્યંત પોશ વિસ્તારમાનો એક ગણાય છે. અહીં મતદાન પણ પ્રમાણમાં ઘણું ઓછું થાય છે. ગત 2015ની ચૂંટણીમાં અહીની ચારેય સીટો ભાજપે જીતી હતી. મતદાન વધુ કરાવવા માટે બંને પક્ષોએ મહેનત કરવી પડે છે.

આટલા વિસ્તારનો સમાવેશ: વાલકેશ્વરીનગરી, મંગલ બાગ, પારસ સોસાયટી, સ્વસ્તિક સોસાયટી, અંબાવિજય, ગીતા મંદિર, મહાવીર, પંચવટી, રાજનગર, વેલનાથ વગેરે.

મતદારોનું વર્ગીકરણ: બ્રાહ્મણ-4,000, પટેલ-4,000 , જૈન-3,500 , દરબાર-2,000, આહિર-1,300.

સીટો: 2 મહિલા સામાન્ય, 2 સામાન્ય પુરૂષ, 1 પુરૂષ ઓબીસી

વોર્ડ નં.6માં હિન્દી ભાષી અને ઝૂંપડપટ્ટી વિસ્તારનો સમાવેશ

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.6માં મોટાભાગે હિન્દી ભાષી અને દલિત બહુમતીવાળો વિસ્તાર ગણવામાં આવે છે. જામનગરના ભાગોળે ગણાતા વિસ્તારમાં વિકાસના અનેક કામો ચાલુ છે. અહીં ઓવરબ્રિજ, 66 કેવી, ઈએસઆર, ભૂગર્ભ, પાણીની લાઈન, રોડ વગેરેના કામો ચાલુ છે. આ વિસ્તારમાં જામનગરની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી જે રેલવે ટ્રેકની બાજુમાં છે તે આવે છે. આ વિસ્તારમાં હિન્દી ભાષીઓનું પણ સારું પ્રભુત્વ છે. ગત 2015ની ચૂંટણીમાં અહીં ચારેય સીટ ભાજપે જીતી હતી. અહીં તમામ પ્રકારના કોમની વસ્તી જોવા મળે છે.

આટલા વિસ્તારનો સમાવેશ: રેલવે ઝૂંપડપટ્ટી, બાવરીવાસ, ગણપતનગર, હનુમાન ટેકરી, ડિફેન્સ કોલોની, ન્યુ ઈન્દિરા, મયુરનગર, યાદવનગર, રાધે-કૃષ્ણ, સિદ્ધાર્થનગર, રવિ પાર્ક, તિરૂપતિ સોસાયટી વગેરે.

મતદારોનું વર્ગીકરણ: હિન્દી ભાષી-5,000, દલિત-7,000, આહિર-4,000, ગઢવી-1200.

સીટો: 2 સામાન્ય મહિલા, 1 સામાન્ય પુરૂષ, 1 પુરૂષ ઓબીસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો