વિવાદ:ડિફેન્સ કોલોનીમાં પરપ્રાંતિય યુવાનના ઘરે જઈ હુમલો કરાયો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ બોલાચાલી કર્યા બાદ કપડા કાઢી નગ્ન થઈ ગયો

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં શેરી નમ્બર બેમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારના ઘરમાં ઘુસી આરોપીએ બોલાચાલી કરી હાથાપાઈ કરી નગ્ન થઇ ગયો હતો પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં ડીફેન્સ કોલોની શેરી નં.-2માં રહેતા જયચંદ તુલસીદાસ કશ્યપ રાજપુતના ઘરે જઈ ભાવસિંહ વેરાજી રાઠોડ નામના શખસે વૃદ્ધ તથા તેના કુટુંબને ભુંડી ગાળો બોલી ઝપાઝપી તથા બોલાચાલી કરી, બેટ મારવા જતા વૃધના પત્નિ વચ્ચે બચાવવા પડતા તેમને જમણા હાથમા એક ઘા લાકડાના બેટનો મારી મુંઢ ઇજા પહોંચી હતી.

આ ઉપરાંત આરોપીએ પોતે પહેરેલ લુંગી ઉતારી નાખી નગ્ન અવસ્થામા બોલાચાલી કરી જતા રહેલ અને ઘરના દરવાજામા કુહાડીના ઘા કરી નુકશાન કરી, બેફામ ગાળો બોલી કહેલ કે જો તારો દિકરો રસ્તામા છોકરાઓને ભેગા કરી ઉભો રહેશે તો પરીવારના સભ્યો ને જાનથી મારી નાખીશ તેમ કહ્યું હતું. વૃદ્ધ ફરિયાદીનો દિકરો શેરીમા તેના મીત્રો સાથે ઉભો હોય જે બાબતે ઉભા રહેવાની ના પાડી આરોપીએ તેના ઘરે જઈ ગાળાગાળી કરી નગ્નતા પ્રદર્શિત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...