કાર્યવાહી:શેખપાટની સગીરાને ગર્ભવતી બનાવી દેનારા બંનેની ધરપકડ

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોવિડ નેગેટિવ આવતા અટક બાદ પુછતાછ

જામનગર તાલુકાના શેખપાટ ગામની 15 વર્ષની સગીર ને હવસનો શિકાર બનાવી લઈ, ગર્ભવતી બનાવી દેવા અંગેના પ્રકરણમાં અલીયા તથા બાડા ગામના 2 શખસોની પોલીસે અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.શેખપાટ ગામની 15 વર્ષની એક સગીરાને આજથી 8 મહિના પહેલા બાડા ગામના હરપાલસિંહ જાડેજા ઉર્ફે હપલી નામના શખ્સે મિત્રતાના બહાને પોતાની હવસનો શિકાર બનાવી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને વારંવાર નિર્જન સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હતો.

ત્યારબાદ પોતાના જ મિત્ર અલીયા ગામના કિશન મકવાણા ને પણ સાથે જોડ્યો હતો, અને તે પણ સગીરાને ફોસલાવીને દુષ્કર્મ ગુજાર્યે રાખતો હતો. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી અને હાલ તેણીની તમામ તબીબી ચકાસણી કરાયા પછી તેને સગર્ભા અવસ્થામાં તેની માતાના ઘેર મોકલી દેવામાં આવી છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી હરપાલસિંહ જાડેજા તથા કિશન મકવાણાની અટકાયત કરી લઈ તેઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી બંને આરોપીઓની દુષ્કર્મ ગુજારવા અંગેની તથા પોકસો સહિતની જુદી જુદી કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...