બેઠક:પ્રજાલક્ષી કામગીરીમાં વેગ લાવવા જામનગર જિલ્લા અધિકારીઓ સાથે કૃષિ મંત્રીએ બેઠક યોજી

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજાયેલી બેઠકમાં વિવિધ વિભાગોના પ્રશ્નોના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરતા મંત્રી

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જામનગર જિલ્લાના પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે અને પ્રજાલક્ષી કામગીરીમાં વેગ લાવવા માટે મંત્રીએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, કમિશનર તથા વિવિધ વિભાગના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી લોકપ્રશ્નોની તત્કાલ નિવારણ માટેની કામગીરી હાથ ધરી હતી.

બેઠકમાં મંત્રીએ ટેકાના ભાવની મગફળી ખરીદી, જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને પાણી વિતરણ વ્યવસ્થા અંગે, જમીન રિ-સર્વે, કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેના આગોતરા આયોજન, પૂર અસરગ્રસ્તોને સહાય, ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વીજળી વગેરે બાબતો અંગે ચર્ચા કરી, અધિકારીઓને પ્રશ્નોના નિકાલ માટે તત્કાલ કામગીરીની તાકીદ કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડ્યા, ડી.આર.ડી.એ. નિયામક રાયજાદા, પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારીઓ, સિંચાઈ, માર્ગ-મકાન રોજગાર, વિજળી વગેરે વિભાગના સર્વે જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...