આપઘાત:વિજરખી ડેમમાં ઝંપલાવી પ્રૌઢાએ આયખું ટૂંકાવ્યું

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા પુત્રની વહુ સાથે બોલાચાલી થઇ હતી

જામનગર જિલ્લાના વિજરખી ડેમમાં ઝંપલાવી જામનગરના એક મહિલાએ આપઘાત કરી લીધો છે. પોતાના મોટા દીકરાની વહુ સાથે થયેલ બોલાચાલી બાદ મનોમન લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. જામનગર નજીક વિજરખી ડેમની અંદર ઝંપલાવી જમનાબેન વસંતભાઇ કરશનભાઇ દામા (ઉ.વ.53) નામના મહિલાએ ઝંપલાવી જીવતરનો અંત આણ્યો હતો.

આ બનાવ અંગે જામનગરમાં દિગ્વિજ પ્લોટ 59ના છેડે સિંધુ ભાનુશાળી સમાજની પાછળ દીપક પ્રોવીજન સ્ટોર પાસે રહેતા મૃતકના પતિ વસંતભાઇ કરશનભાઇ દામાએ જાણ કરતા પંચકોશી એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકનો કબજો સંભાળી, પીએમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

આ બનાવ અંગે મૃતકના પતિએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં મૃતકને તેમના મોટા દિકરાની વહુ હર્ષીદા બન્ને વચ્ચે સોમવારે સાંજના ઘરકામ બાબતે બોલાચાલી થઇ હતી. જેને લઈને મરણજનારને મનમા લાગી આવતા પોતાની મેળે ડેમના પાણીમા પડી આપઘાત કરી લીધો હોવાનું જાહેર કર્યું હતું. આ ઘટનાએ ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...