કાર્યવાહી:જામજોધપુરના લૂંટના ગુનામાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રોલ પાસેથી ઝડપાયો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુરના ​​​​​​​લૂંટના​​​​​​​ ​​​​​​​ગુનામાં​​​​​​​ 16 ​​​​​​​વર્ષથી નાસતો ફરતો આરોપી ધ્રોલ પાસેથી ઝડપાયો

જામજોધપુરના ગોપ પાસે હાઇવે રોડ પર વાહનોને આંતરીને લૂંટને અંજામ આપી 16 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ધ્રોલના લતીપર પાટિયા પાસેથી પકડી પાડી જામજોધપુર પોલીસના હવાલે કર્યો છે.

જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2006 દરમિયાન રોડ પર આવતા જતાં વાહનોને આંતરીને લૂંટ કરતી ગેંગમાં સંડોવાયેલો મીઠીયો ઉર્ફે મીઠુ અકરમ વસુનીયા (રે. પીપલી ઉમરકોટ, તા. જામવા, મધ્યપ્રદેશ) તે 16 વર્ષથી ગુના કરીને નાસ્તો ફરતો હતો, પેરોલ ફર્લો સ્કોર્ડને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લાના લતીપરના પાટિયા પાસેથી તેને 16 વર્ષ બાદ પકડી પાડવામાં આવ્યો હતો અને તેને આગળની કાર્યવાહી માટે જામજોધપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...