કાર્યવાહી:સુવરડા ગામની હત્યાનો આરોપી કચ્છના સામખીયાળીથી ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરની હત્યા કરી મોટરસાયકલ લઇ નાશી છૂટયો હતો
  • લોખંડના પાવડા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

જામનગર તાલુકાના સુવરડા ગામે 11 દિવસ પહેલા થયેલી મજૂરની હત્યા કેસમાં ફરાર આરોપીને ભૂજમાંથી એલસીબીએ પકડી પાડી તેને સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે. જામનગર તાલુકાના સુરવડા ગામે ગત તા. 7-12-2021ના રાત્રીના સમયે થાનસિંગ બેગનીયાભાઇ બામણીયા ચણાના વાવેતરમાં પાણી વાળતો હોય ત્યારે રાજુ દેવીપૂજકે કોઇપણ કારણોસર થાનસિંગ સાથે માથાકૂટ કરી તેને લોખંડના પાવડા વડે હુમલો કરી માથામાં તથા મોઢામાં ગંભીર ઇજા કરી થાનસિંગનું સ્પેલેન્ડર મોટરસાયકલ જીજે-13એઇ-460 રૂા. 15 હજારની કિંમતનું ચોરી કરી નાશી છૂટયો હતો.

આ બનાવ અંગે પંચકોશી-એ ડીવી.માં ગુનો દાખલ કરવામાં આવ્યેા હતો. દરમિયાન થાનસિંગની તબીયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યેા હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં ખૂનની કલમનો ઉમેરો કરવામાં આવ્યેા હતો.

દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલો રાજેશ ઉર્ફે રાજુ લખમણ વાઘેલા કચ્છ-ભૂજના સામખીયાળી ગામ નવજીવન હોટલ સામે ઝૂંપડપટટીમા રહે છે, આ બાતમી પરથી પોલીસે ઝૂંપડામાં દરોડો પાડી તેને આબાદ પકડી પાડયો હતાે, ત્યાર બાદ આરોપીને પંચકોશી-એ ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...