ફરાર આરોપી ઝડપાયો:પોલીસ સ્ટેશનમાંથી બાથરૂમ કરવાના બહાને ફરાર થઈ ગયેલો જૂથ અથડામણનો આરોપી ઝડપાયો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીટી એ પોલીસ સ્ટેશનના પીઆઇ અને સ્ટાફે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
  • બાથરૂમ કરવાના બહાને ફરાર થઈ ગયો હતો આરોપી

જામનગર શહેરમાં થોડા દિવસ પહેલા સુમરા ચાલી વિસ્તારમાં જૂથ અથડામણ થઇ હતી. તે દરમિયાન આરોપીઓની સામસામે ફરિયાદ કર્યા બાદ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે બુધવારના રોજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી બાથરૂમ કરવાના બહાને ફરાર થઇ ગયો હતો.

ત્યારબાદ પોલીસે આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે આરોપી સીટી એ પોલીસ સ્ટેશનની નીચે આવેલી રિક્ષામાં બેસીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તે વિક્ટોરિયા પુલ પાસે ગયો હતો, ત્યાંથી અલગ-અલગ જગ્યાએ ગયો હતો. ત્યારબાદ જામનગરના cta પોલીસ સ્ટેશનના પી.આઇ એમ જે જલુ તથા સ્ટાફ દ્વારા આરોપીની શોધ આદરાઈ હતી. તે દરમિયાન આરોપી જામનગર નજીક આવેલા મસીતીયા ગામ તથા લાખાબાવળ ગામ વચ્ચેની સીમમાં ખેતરમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતાં આરોપી લાખાબાવળ તેમજ મસીતીયા ગામ વચ્ચેની સીમમાં બેઠો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

જ્યારે આરોપી તોસીફ આમદ ખફી જે મારામારીની કલમ 307નો આરોપી હતો, તે બાથરૂમ કરવાના બહાને ફરાર થઈ જતાં પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા અને તેને પકડવાની કામગીરી હાથ ધરી હતી. જામનગર સીટી એ પોલીસ સ્ટેશનના પોલીસ કાફલાએ આરોપીની શોધખોળ માટે કામગીરી હાથ ધરી હતી અને મસીતીયા ગામથી લાખાવાડ ગામ જતા વચ્ચેની સીમના ખેતરમાંથી આરોપીને ઝડપી પાડયો છે. જ્યારે સીટી એ પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.જે.જલુ અને જામનગરના એએસપી નિશાન પાંડેએ પોલીસ સ્ટેશન પહોંચી ફરાર આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...