ખંભાળિયામાં સોના-ચાંદીના કારીગરને ત્યાં કામે રહેલો પરપ્રાંતિય શખ્સ બીજા દિવસે બે લાખનુ 45 ગ્રામ સોનુ લઇ નાશી છુટયાના બનાવમાં સ્થાનિક પોલીસે પંશ્ચિમ બંગાળ સુધી તપાસનો દૌર લંબાવી આરોપીને હુબલી પ્રાંતમાંથી દબોચી લીઘો હતો જેના ચાર દિવસના રીમાન્ડ મેળવી પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.પોલીસ પુછપરછમાં વધુ બે શખ્સોની સંડોવણી ખુલતા તપાસનો દૌર સુરત સુબી લંબાવાયો છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયામાં સોના ચાંદીના વ્યવસાય સાથે સકંળાયેલા શિરાજભાઇ નામના વેપારી કમ કારીગરને ત્યાં ગત એપ્રિલ માસમાં સાકીરૂદિન નામનો શખ્સ કામે રહયો હતો જે શખસ બીજા જ દિવસે રૂ.બે લાખની કિંમતનુ 45 ગ્રામ સોનુ લઇ નાશી છુટયાનો બનાવ બહાર આવ્યો હતો.
આ બનાવની ફરીયાદના આધારે ખંભાળિયા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો.જે ગુનાની તપાસ પીઆઇ વી.વી.વાગડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.જે.સાગઠીયા અને સ્ટાફે હાથ ધરી હતી.જે દરમિયાન પોલીસને ઉકત આરોપીને પગેરૂ પંશ્ચિમ બંગાળ સુધી નિકળ્યુ હતુ.આથી પોલીસ ટીમને હુબલી પ્રાંતમાં પહોચી હતી જયાથી આરોપી સાકીરૂદિનને દબોચી લીઘો હતો.જે આરોપીના પોલીસે ચાર દિવસના રીમાન્ડ મંજુર મેળવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.પોલીસ પુછપરછમાં વધુ બે શખ્સોની સંડોવણી પણ ખુલી છે.આથી પોલીસે તપાસનો દૌર સુરત સુધી લ઼બાવ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.