કાલાવડ તાલુકાના શિશાંગ ગામનો એક શખ્સ રાજકોટની જેલમાં સજા કાપતો હતો. ત્યાંથી વચગાળા ના જામીન પર મુક્ત થઈ પલાયન થયો હતો.જેને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટના ગવરીદળ ગામમાંથી પકડી પાડયો હતો અને રાજકોટ જેલમાં મોકલવા માટે તજવિજ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર કાલાવડ તાલુકાના શિશાંગ ગામના જયેન્દ્રસિંહ બહાદુર સિંહ જાડેજા નામના શખ્સને પાકા કામના કેદી તરીકે રાજકોટની જેલમાં મુકવામાં આવ્યો હતો.ત્યાં સજા કાપી રહેલા આ શખ્સે વચગાળાના જામીન પર મુક્ત થઈ નાસતો ફરતો રહયો હતો.
જે ફરાર આરોપી રાજકોટના ગવરીદળ ગામે હોવાની બાતમી જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના કરણ સિંહ, લગધીરસિંહ, ગજેન્દ્ર સિંહને મળતા ઈન્ચાર્જ પીઆઈ કે. કે. ગોહિલની સૂચનાથી સ્કવોર્ડના સ્ટાફે ઉપરોકત સ્થળે દોડી જઈને આરોપીને અટકાયતમાં લઈ લીધો હતો. જેને પોલીસ દ્વારા રાજકોટની જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.