કાર્યવાહી:ખૂનના ગુનામાં વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર આરોપી ઝડપાયો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે સંતાયો હોય ત્યારે પોલીસે દરોડો પાડી પકડી પાડ્યો

ખુનના ગુન્હામાં વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર આરોપીને દબોચી લેવામાં જામનગર પેરોલર્ફ્લો સ્કવોડની ટીोोમને સફળતા સાંપડી છે.જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ખુનના ગુન્હાના આરોપી અર્જુન ઉર્ફે લાલો રમેશભાઇ રાઠોડ (રહે. કોમલનગર, શેરીનં. 5, જામનગર) વચગાળાના જામીન પર છૂટ્યા બાદ નાસતો ફરતો આરોપી પોતાના ઘરે હોય, જે અંગે પોલીસને કાને વાત પડતા પોલીસે તાત્કાલિક દોડી જઇ કાચા કામના કેદી અર્જુન ઉર્ફે લાલને ઝડપી લીધો હતો. આરોપીને દબોચી લઇ પોલીસે આગળની કાર્યવાહી માટે જિલ્લા જેલ ખાતે સોંપવા સહિતની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...