સુરેન્દ્રનગરના સાયલા પોલીસ મથકમાં નોંધાયેલા કેમિકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે દલતુંગી ગામેથી દબોચી લીઘો હતો.જેનો સાયલા પોલીસને કબજો સોંપવાની તજવિજ હાથ ધરાઇ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર પેરોલ ફર્લોના પીએસઆઇ એલ.જે.મિયાંત્રાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વર્કઆઉટના અંતે પોલીસ ટીમને સાયલા પોલીસ મથકના કેમિકલ ચોરી સંબંધિત ગુનામાં નાસતા ફરતા આરોપી હમીર જગાભાઇ ખાંભલા ઉર્ફે જેસા વિશે બાતમી મળી હતી.
જેના આધારે પોલીસે લાલપુર તાલુકાના દલતુંગી ગામે જઇ નાસતા ફરતા આરોપી હમીર ઉર્ફે જેસા જગાભાઇ ખાંભલાને પકડી પાડયો હતો. જેનો કબજો પેરોલ ફર્લો સ્કવોડે સીટી એ પોલીસને સુપરત કર્યો હતો જે બાદ તેને સાયલા પોલીસ મથકને હવાલે કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ કાર્યવાહી પીએસઆઈ એલ.જે. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ગોવિંદભાઈ પરમાર, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદીયા, ભરતભાઈ ડાંગર સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.