ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં દ્વારકા જિલ્લો અસતિત્વમાં આવ્યા બાદ 91.16 ટકા પરિણામ સાથે પ્રથમ વખત રાજયમાં 8 માં ક્રમે રહ્યો છે. જામનગર જિલ્લો 89.39 ટકા પરિણામ સાથે રાજયમાં 12 માં ક્રમે રહ્યો છે. હાલારમાં પરીક્ષાર્થી ઘટવા છતાં એ-1 ગ્રેડ વધીને 91 થયા છે.
વર્ષ-2021 કરતા પરિણામ અને છાત્રો ઘટયા છતાં વર્ષ-2022 માં જામનગરમાં 76 અને દ્વારકા જિલ્લામાં 15 છાત્રોને એ-વન ગ્રેડ મેળવ્યો છે. બોર્ડના ટોપ-10માં શહેરના 4 વિધાર્થીઓ ઝળકયા છે.જામનગર જિલ્લામાં 6325 છાત્રોએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 76 છાત્રોને એ-વન ગ્રેડ આવ્યો છે. દ્વારકા જિલ્લામાં 3246 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 15 છાત્રોને એ-વન ગ્રેડ મળ્યો છે. ગત વર્ષે કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયું હતું અને 17 છાત્રોએ એ-વન ગ્રેડ મેળવ્યાે હતો.
કેન્દ્રનું પરિણામ | |
કેન્દ્ર | પરિણામ |
જામનગર | 87.69 |
ધ્રોલ | 92.15 |
કાલાવડ | 91.79 |
લાલપુર | 90.95 |
જામજોઘપુર | 92.51 |
મીઠાપુર | 81.37 |
ખંભાળિયા | 93.93 |
દ્વારકા | 72.4 |
ભાટિયા | 92.17 |
ભાણવડ | 93.82 |
પ્રથમ વખત નવાનગર સરકારી શાળાનું 100 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહમાં જામનગરની સરકારી નવાગનર સરકારી હાઇસ્કૂલનું 146 વર્ષમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ આવ્યું છે. જયારે શહેરની ખાનગી મોદી સ્કૂલના 4 વિધાર્થીઓએ બોર્ડના ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે. જામનગર જિલ્લામાં 723 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 312 છાત્રોને પરિણામ સુધારણાની જરૂર છે.
જામનગર-દ્વારકામાં છાત્રોએ મેળવેલા ગ્રેડ | |||||||
જિલ્લો | એ-2 | બી-1 | બી-2 | સી-1 | સી-2 | ડી | ઇ-1 |
જામનગર | 753 | 1435 | 1652 | 1214 | 496 | 28 | 0 |
દ્રારકા | 334 | 835 | 878 | 640 | 246 | 10 | 1 |
દ્વારકા જિલ્લામાં 19 શાળાનું 100% પરિણામ
દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાનો દબદબો રહ્યો છે. જેમાં 19 શાળાનું 100 ટકા અને 35 શાળાનું પરિણામ 90 ટકાથી ઉપરઆવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળામાં કલ્યાપુર તાલુકાની 10, ખંભાળિયા તાલુકાની 7, ભાણવડની 3 શાળાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.