તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:જામનગરના સૈનિક સ્કૂલ બાલાચડીના 59માં વાર્ષિકોત્સવની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે ‘કેપ્ટન નીલેશ સોની ટ્રોફી’ સરદાર પટેલ હાઉસના કેડેટ વિવેક કુમારને એનાયત

જામનગરના સૈનિક સ્કૂલ બાલાચડીમાં 24મી ડિસેમ્બર 2020ના રોજ 59 માં વાર્ષિકોત્સવની ઉજવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરાઇ હતી. જેમાં સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ સુરેશચંદ્ર મુકુલ, પીવીએસએમ, એવીએસએમ, વીએમ, વીએસએમ, એડીસી (નિવૃત્ત) મહેમાન રહયા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપપ્રાગટ્ય સાથે કરાઇ હતી. ત્યારબાદ સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે સંરક્ષણ દળમાં અધિકારીઓ તરીકે પ્રવેશ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે અગ્રણી સિધ્ધિઓ અને સ્કૂલના મિશનને પ્રકાશિત કરતો સ્કૂલનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.

કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલની રજૂઆત બાદ બેન્ડવિડ્થ કાર્યક્રમ રજૂ કરાયો હતાે, જેમાં સરસ્વતી વંદના, દેશભક્તિના ગીત, નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે, જે કેડેટ્સ દ્વારા રીમોટ અને ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવ્યાે હતાે અને આચાર્યએ વર્ષ 2019-20 માટે વિવિધ શૈક્ષણિક, રમતગમત અને સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં ઉત્તમ પ્રદર્શન કરનારા કેડેટ્સને ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપ્યા હતા. ઓલ રાઉન્ડ શ્રેષ્ઠ પરફોર્મર હાઉસની ખ્યાતનામ ‘કોક હાઉસ ટ્રોફી’ આંગ્રે હાઉસને આપવામાં આવી હતી અને શ્રેષ્ઠ એનડીએ કેડેટ માટે ‘કેપ્ટન નીલેશ સોની ટ્રોફી’ સરદાર પટેલ હાઉસના કેડેટ વિવેક કુમારને એનાયત કરાઈ હતી

તથા સરદાર પટેલ હાઉસના કેડેટ મીત બોડા અને કેડેટ સુધાંશુ કુમારને બેસ્ટ ઓલ રાઉન્ડ કેડેટ અને ટાગોર હાઉસના કેડેટ યોગેશ કુમારને વર્ષના બેસ્ટ એથ્લેટ/સ્પોર્ટસમેન ટ્રોફી અપાઇ હતી અને આ પ્રસંગે મુખ્ય અતિથિએ કેડેટ્સ સાથે વાતચિત કરી અને તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને આ ભવ્ય કાર્યક્રમ માટે કેડેટ્સ અને સ્ટાફની પ્રશંસા કરી હતી તથા પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમામને અભિનંદન આપ્યા હતા. તેમણે પોતાના વ્યાખ્યાનમાં કેડેટ્સને સાકલ્યવાદી વ્યક્તિત્વ વિકસાવવા માટેના ગુણોને આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને તેમને નિષ્ઠાવાન, સત્યવાદી, શિસ્તબદ્ધ અને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે સમર્પિત બનવાની પ્રેરણા આપી.

મુખ્ય અતિથિ આ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાનના વિદ્યાર્થી જીવનના અનુભવો શેર કર્યા હતા અને તે સમયને યાદ કર્યો હતો. જ્યારે જામ સાહેબે નવનિર્મિત મેસનું ઉદ્ઘાટન કર્યું હતું અને તે સમયે રાજકોટ હાઇવે નજીક પાકિસ્તાની વિમાન ક્રેશ થયું હતું તેની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો