જામનગરનું ગૌરવ:જામનગરના 22 વર્ષીય યુવાને દુનિયાનું સૌથી સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યુ

જામનગર14 દિવસ પહેલા
  • સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે પારસ
  • પારસની સાથે અલગ-અલગ 8 દેશોના લોકો હતા
  • 29 હજાર 035 ફૂટ હતી શિખરની ઊંચાઈ

માઉન્ટ એવરેસ્ટને દુનિયાનું સૌથી ઊંચું અને ખતરનાક શિખર માનવામાં આવે છે. અનેક સાહસિકોના મનમાં દુનિયાનું આ સર્વોચ્ચ શિખર સર કરવાની તમન્ના હોય છે. પરંતુ તે માટે સફળતા સાંપડવી એ દરેકના નસીબમાં નથી હોતું. ત્યારે જામનગરના નાની વયના પારસ પટેલે દુનિયાનું સૌથી ઊંચું શિખર સર કરીને પોતાના અદમ્ય સાહસનો પરિચય કરાવી જામનગરને ગૌરવ અપાવ્યું છે. આ સફેદ બરફનું સૌંદર્ય જેટલું રમણીય લાગે છે, તેટલી જ તેને પાર કરતા સમયે મુશ્કેલીઓ આવે છે. પરંતુ કહેવાય છે કે મન મક્કમ હોય તો માનવીને એવરેસ્ટ પણ વામણો લાગે છે.

હિમાલયની આ પહાડીઓના સૌથી ઊંચા શિખર એવરેસ્ટને દુનિયાનું સૌથી સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે, જેને જામનગરના પારસ પટેલે પૂર્ણ કર્યું છે. એવરેસ્ટ સર કરી રહેલા પારસ પટેલ નામના જામનગરના યુવાનના જુસ્સા અને સાહસે જામનગરને એક નવી ઓળખ અપાવી છે. જેના મનમાં સાહસનો થનગનાટ હોય છે

પારસ પટેલ,શિખર ને સર કરનાર
પારસ પટેલ,શિખર ને સર કરનાર

તેને તો માત્ર બસ ક્યાંથી પ્રેરણા મળવી જોઈએ તે જોવાનું રહે છે. હિમાલયની પહાડીઓમાં આવેલું માઉન્ટ એવરેસ્ટનું છેલ્લું શિખર 29 હજાર 035 ફૂટની ઊંચાઈએ આવેલું છે. જ્યાં કાતિલ બર્ફીલા પવનના સુસવાટા અને જીવ લઈ લે તેવા હિમપર્વતો પર હિંમતના બળે પારસ પટેલ સફળતાપૂર્વક એવરેસ્ટ સર કરી શક્યા છે. જે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ ના પુત્ર છે

જામનગરના પારસ પટેલે સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. તેમની સાથે અલગ-અલગ 8 દેશોના લોકો હતા. પારસ પટેલે જણાવ્યું હતું કે અમે આઠ લોકો હતા. તેમાંથી એક વ્યક્તિને ઓક્સિજનની કમી તથા તાવ આવતો હોવાના કારણે તેને એડમીટ પણ કરવામાં આવ્યો હતો. આમ 29 હજાર 035 ફૂટની ઊંચાઈએ આવેલા શિખરને સર કરી પારસે તેમના પરિવાર તેમજ સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...