ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી:2 દિવસની કાર્યશાળામાં બાળકોને બિન ઉપયોગી વસ્તુઓમાંથી પેનસ્ટેન્ડ બનાવતા શીખડાવ્યા

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી નિમિતે ઝુંપડપટ્ટીના બાળકો માટે વિવિધ કાર્યક્રમ
  • જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા કરાયેલા આયોજનમાં કુલ 45 બાળકોને તાલીમ અપાઇ : બાળકો દ્વારા કુલ 35 પેનસેન્ડ તૈયાર કરવામાં આવ્યા

જામનગર શહેરમાં આવેલ 18 વર્ષથી નાના બાળકો માટેની ચાઈલ્ડ હેલ્પલાઈન છે. આ 1098 હેલ્પલાઈન રાત-દિવસ 24 કલાક જરૂરિયાતમંદ તેમજ મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કાર્યરત હોય છે. સ્વ.જે.વી નારીયા એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ જામનગર અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ચાઈલ્ડલાઈન 1098 પ્રોજેક્ટ દ્વારા 2013થી બાળકોના મૂળભૂત અધિકારો અને હિતો માટે નિરંતર કામગીરી કરવામાં આવી છે. ત્યારે ઝુંપડપટ્ટીના બાળકોને સર્વાંગી વિકાસની તક આપવા ત્રણ-ત્રણ કલાકની 2 દિવસ માટે કાર્ય શાળાનું આયોજન કરાયંુ છે.

આ કાર્યશાળા દ્વારા કુલ 45 બાળકોને તાલીમ આપી બાળકોને સર્જનાત્મક અને કલાત્મક આવળતોને બહાર લાવવા માટે એક પહેલ કરવામાં આવેલ. જામનગર ચાઈલ્ડલાઈન 1098 દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ વિકની ઉજવણી નિમિતે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે બે દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ય શાળામાં વેસ્ટ વસ્તુઓના ઉપયોગ કરી કઈ રીતે જુદીજુદી વસ્તુઓ બનાવી શકાય તે બાબતે બાળકોને તાલીમ આપવામાં આવી હતી. આ બે દિવસની કાર્યશાળામાં બાળકોને બિન ઉપયોગી વસ્તુઓ માંથી પેનસ્ટેન્ડ બનાવતા શીખવવામાં આવ્યા હતાં.

પ્રથમ દિવસે પેનસ્ટેન્ડ બનાવવા માટે પાયાની વસ્તુઓ કઈ કઈ હોય તે સમજાવી વસ્તુનું કટિંગ અને જોડાણ કરતા શીખવવામાં આવેલ.બીજા દિવસની કાર્યશાળામાં બિન ઉપયોગી સ્ટ્રો,કેન્ડીની સ્ટીક અને સૂતેણીના ઉપયોગથી કરી રીતે પેનસ્ટેન્ડને સજાવી શકાય તેની તાલીમ આપવામાં આવેલ.ઘરમાં કે જુના કપડાઓમાં સ્ટોન, તારલા, મોતી કે અન્ય ડેકોરેશનની વસ્તુઓ હોય તેના વિવિધ ઉપયોગથી પેનસેન્ડને સુશોભિત કરવાની તાલીમ આપવામાં આવેલ. બાળકો દ્વારા કુલ 35 પેનસેન્ડ તૈયાર કરાયા. કાર્યશાળા દ્વારા બાળકોને તેના રોજીંદા જીવનથી અલગ નવું શીખવાની તક આપવામાં આવી અને બાળકોએ આ તકને સારી રીતે પકડી પોતામાં રહેલ કલાઓના ઉતમ નમૂનાઓ પૂરા પાડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...