તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજી:જામનગરમાં 12 મહિનાના મસાલાની સીઝન શરૂ, ગત વર્ષ કરતા 10 ટકા ભાવ વધારો થયો

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આખા વર્ષનું મરચું, હળદર, ધાણાજીરૂ દળવવા મીલ પર મહિલાઓની ભીડ ઉમટી

જામનગરમાં 12 મહિનાના મસાલાની સીઝન શરૂ થઇ છે ત્યારે ગત વર્ષ કરતા 10 ટકા જેટલો ભાવ વધારો થયો છે. આખા વર્ષનું મરચું, હળદર, ધાણાજીરૂ દળવવા મીલ પર મહિલાઓની ભીડ ઉમટી રહી છે. ગ્રેઇન માર્કેટમાં મસાલાની ધૂમ આવક થઇ રહી છે. સીઝનમાં 20 હજાર કીલોથી વધુ મસાલાનો ઉપાડ થતો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

દર વર્ષની જેમ જામનગરમાં આ વર્ષે પણ માર્ચ મહિનાની આખરથી મસલાની સીઝનની શરૂઆત થઇ છે. આ સીઝનમાં ગૃહણીઓ એક સાથે 12 મહિનાનું મરચું, હળદર, ધાણાજીરૂ, રાય, હીંગ સહિતના મસાલા ભરાવે છે. મસાલાની સીઝન શરૂ થઇ છે ત્યારે ગત વર્ષ કરતા 10 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. શહેરની ગ્રેઇન માર્કેટમાં મસાલાની ધૂમ આવક શરૂ થઇ છે. આખા મરચા, ધાણા, હળદરની ખરીદી કરી દળવવા માટે મીલ પર ગૃહણીઓની ભીડ જોવા મળી રહી છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગોંડલથી મસાલાની આવક
જામનગરમાં હળદર મહારાષ્ટ્રના સેલમ, સાંગલી, રાજાપુરી, ધાણાજીરૂ રાજસ્થાન ઉપરાંત ભાણવડ અને ખંભાળિયા તાલુકા, મરચું આંધ્રપ્રદેશ, ગોંડલ અને બારાડી પંથકમાંથી આવતું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. બાર મહિનાના મસાલાને સાચવવા માટે તેને દળી તેમાં તેલ સહિતની વસ્તુનું મિશ્રણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો