કાર્યવાહી:શહેરમાં સુપર સ્પ્રેડર સ્થળોએ ટેસ્ટીંગ, સુભાષ શાક માર્કેટમાં 152 ધંધાર્થીના કોરોના ટેસ્ટ કરાયા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં 3 ભીડભાડવાળા જાહેર સ્થળો પર કુલ 300 આરટીપીસીઆર ટેસ્ટ

જામનગરમાં કોરોના જેટગતિએ વધતા સુપર સ્પ્રેડર સ્થળોએ મનપા દ્વારા કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શનિવારે સુભાષ શાક માર્કેટમાં 152 ધંધાર્થીના ટેસ્ટ કરાયા હતાં. બે દિ માં ત્રણ જાહેર સ્થળો પર કુલ 300 આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. આગામી દિવસોમાં ભીડભાડવાળા અન્ય વિસ્તારો આવરી લેવાશે.

જામનગરમાં કોરોનાના કેસ તેજ ગતિએ ફેલાતા સંક્રમણને અટકાવવા મનપાનું તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. શુક્રવારથી મનપાના આરોગ્ય વિભાગની 3 ટીમ દ્વારા બજારોમાં કે જયાં વધુ ભીડ થતી હોય ત્યાં ધંધાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાયા છે. જે અંતર્ગત શુક્રવારે મીગકોલોની પાસે ભરાતી ગુજરીબજારમાં અને સાંજે આ સ્થળે ભરાતી શાકમાર્કેટમાં 145 ધંધાર્થીના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતાં. જયારે શનિવારે સુભાષ શાકમાર્કેટમાં 152 ધંધાર્થીના કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતાં. આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...