રેસ્ક્યૂ:જામનગરની નવી કોર્ટ બિલ્ડિંગમાં લિફ્ટમાં બે કેદીઓ અને ચાર પોલીસકર્મી સહિત 10 લોકો ફસાયા

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા તમામને રેસ્ક્યૂ કરવામાં આવ્યા

જામનગરની નવી કોર્ટ બિલ્ડિંગમાં આજે બપોરના સમયે બે કેદીઓ અને ચાર પોલીસકર્મીઓ સહિત 10 લોકો લિફ્ટમાં ફસાતા દોડધામ મચી હતી. ટેક્નિકલ ફોલ્ટના કારણે લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોરથી અંદર તરફ ઉતરી ગઈ હતી જેના કારણે દેકારો બોલી ગયો હતો.

આજે બપોરના સમયે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ચાર પોલીસકર્મીઓ બે કેદીને લઈ નવી બિલ્ડિંગમાં પહોંચ્યા હતા. અહીં લિફ્ટમાં સવાર થતા જ કોઈ કારણોસર લિફ્ટ બંધ પડી ગઈ હતી. કેદી અને પોલીસ કર્મીઓ સાથે અન્ય લોકો પણ લિફ્ટમાં ફસાયા હતા. લિફ્ટ બંધ તવાના કારણે દેકારો થતા વકીલો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા તમામને સલામત રીતે બહાર કાઢતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

જ્યારે હાલ લીફટ નું સમારકામ ચાલી રહ્યું છે જેથી વકીલો અસીલ તેમજ કેદીઓ વગેરેને પગથિયાં ચઢીને ઉપર જવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...