મહત્તમ તાપમાન 35 ડિગ્રી:જામનગરમાં મિશ્ર ઋતુ વચ્ચે તાપમાનમાં વધારો, રાત્રે ફુલ ગુલાબી ઠંડીનો માહોલ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી, ભેજ 14 ટકા વધ્યો

જામનગરમાં મિશ્ર ઋતુની અનુભૂતિ વચ્ચે તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. મહતમ તાપમાન 35 અને લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. જામનગર શહેરમાં માત્ર એક જ દિવસમાં ભેજના પ્રમાણમાં 14 ટકા જેટલો વધારો નોંધાઇ જતાં નગરજનો સવારે ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં આંશિક વધ-ઘટ જોવા મળી રહી છે. ગુરૂવારે મહતમ તાપમાન 34.2 તો લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી નોંધાયું હતું. જયારે શુક્રવારે મહતમ તાપમાન 35 ડિગ્રી તો લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું.

જામનગરમાં મિશ્ર ઋતુની અનુભૂતિ વચ્ચે તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા બે દિવસમાં મહતમ તાપમાનમાં 1 ડીગ્રી તો લઘુતમ તાપમાનમાં 1.4 ડીગ્રીનો વધારો નોંધાયો છે. શહેરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન 14 ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 5 થી 10 કીમી પ્રતિકલાક રહી હતી. ભેજના કારણે સવારે ગુલાબી ઠંડી તો બપોરના ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લખેનીય છેકે,જામનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી રાત્રીનુ તાપમાન વીશ ડિગ્રીથી નીચે સરકી જાય છે જેના કારણે મધરાતથી વહેલી સવાર સુધી ફુલગુલાબી ઠંડીનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે.બીજી બાજુ સતત બીજા દિવસે મહતમ તાપમાન પણ ઉંચકાયુ હતુ જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજ સાથે મહદઅંશે બેવડી ઋતુનો અહેસાસ જનજીવન કરી રહયુ છે. આગામી દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યકત કરી હતી. બીજી બાજુ બેવડી ઋતુના સંકમણને કારણે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગચાળાના પ્રમાણમાં પણ વધારો થઇ રહયો હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...