તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતવરણ:જામનગરમાં તાપમાન એક ડિગ્રી વધ્યું, ઝાકળવર્ષા, રાત્રિના તાપમાનમાં આંશિક વધ-ઘટ

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં છેલ્લા દોઢેક સપ્તાહથી લઘુતમ તાપમાન મહદઅંશે 13થી 15 ડિગ્રી વચ્ચે રહેતા તિવ્ર ઠંડીનુ જોર ઘટયુ હતુ.જોકે,ભેજનુ પ્રમાણ વધીને 79 ટકાએ પહોચી જતા પરોઢીયે ઝાકળવર્ષા સાથે ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયુ હતુ.જેથી એક તબકકે વિઝીબીલીટી પણ ઘટી જતા વહેલીસવારે પસાર થતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.

જામનગરમાં શિયાળો ઘીરે ઘીરે અંતિમ તબકકામાં પગરવ કરી રહયો છે ત્યારે એકાદ સપ્તાહથી તિવ્ર ઠંડીનુ જોર ઘટી રહયુ છે.જોકે,હજુ પણ 14થી 15 ડિગ્રી આસપાસ સ્થિર થતા લઘુતમ તાપમાનના કારણે રાતભર ઠંડીનુ સામ્રાજય અકબંધ રહયુ છે.બીજીબાજુ ત્રણેક દિવસથી પવનની ઝડપ ઘટી હતી.

તો મહતમ તાપમાન પણ 30 ડિગ્રીને આંબી જતા દિવસ દરમિયાન ટાઢોડાથી જનજીવને રાહત અનુભવી હતી. જામનગરમાં ભેજનુ પ્રમાણ સતત ત્રીજા દિવસે પણ અવિરત વધ્યુ હતુ.જેમાં ગુરૂવારે 79 ટકા સુધી ભેજનુ પ્રમાણ નોંધાયુ હતુ જેથી વહેલી સવારે ઝાકળવર્ષા સાથે ધુમ્મસનુ આવરણ છવાયુ હતુ.ખાસ કરી શહેરના ઘોરીમાર્ગો પર એક તબકકે વિઝીબીલીટી ઘટી જવાથી વહેલી સવારે આવા ગમન કરતા વાહનોના ચાલકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો