હાલારમાં વીજ દરોડા:કાલાવડ અને જોડિયા તાલુકામાં વીજચેકિંગ માટે ટીમો ત્રાટકી, ત્રણ દિવસમાં 75 લાખ રૂપિયાની વીજ ગેરરીતિ ઝડપાઈ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજદરોડાના પગલે વીજચોરોમાં ફફડાટ

જામનગર જિલ્લાના કાલાવડ, ધ્રોલ અને જોડિયા સબ ડીવીઝનના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 34 ટીમો દ્વારા આજે ચોથા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૂર્વે ત્રણ દિવસ દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લામાં ચેકીંગ દરમિયાન 75.75 લાખના બીલો ફટકાર્યા હતાં.

આજે સતત ચોથા દિવસે વીજ દરોડા
વીજચેકીંગની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલની 34 ટીમો દ્વારા 12 એસઆરપી, 12 લોકલ પોલીસ અને 7 એકસઆર્મી મેન સાથેના બંદોબસ્ત વચ્ચે કાલાવડ, ધ્રોલ અને જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોથા દિવસે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૂર્વે ત્રણ દિવસ દરમિયાન સોમવારે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન તેમજ સીટી -2 ડિવિઝન હેઠળ ની 36 ટીમો દ્વારા એસઆરપીના 12 જવાનો, ઉપરાંત 17 લોકલ પોલીસ, 08 નિવૃત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફર સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.

ત્રણ દિવસમાં 75 લાખની વીજચોરી ઝડપાઈ
મંગળવારે જામનગર શહેરમાં પીજીવીસીએલની 32 ટુકડીઓ દ્વારા 12 એસઆરપી અને 20 લોકલ પોલીસ તથા 8 એકસઆર્મી મેન સાથેના બંદોબસ્ત જામનગર શહેરના બેડી, બેડી બંદર રોડ, દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, પાંચ હાટડી, કુંવાવ અને હાપા કોલોની એરિયામાં ચેકિંગમાં કુલ 394 જોડાણો તપાસતા 76 માં ગેરરીતિ મળી આવતા 20.35 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં. બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 32 ટીમો અને 12 એસઆરપી તથા 20 લોકલ પોલીસ અને 7 એકસ આર્મીમેન તથા 03 વીડિયોગ્રાફરો સાથે ચેકીંગમાં કુલ 302 જોડાણ જોડાણો તપાસતા તે પૈકીના 52 જોડાણમાં ગેરરીતે ઝડપાતા 26.55 લાખ બીલો ફટકાર્યા હતા આમ ત્રણ દિવસ દરમિયાન 1181 માંથી 212 માં ગેરેરીતિ ઝડપાતા કુલ 75.75 લાખના બિલો ફટકારવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...