ફરિયાદ:સંગચિરોડા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

જામજોધપુરના શેઠવડાળા તાબેના સંગચિરોડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં નવ વર્ષના વિદ્યાર્થીને ઝાપટ અને ગાલ પર લાત મારી ઇજા પહોચાડનાર શિક્ષક સામે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યાે છે. જામજોધપુરના શેઠવડાળા તાબેના સંગચિરોડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શીક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઇ ખાંટ નામના શિક્ષકે નવ વર્ષના વિદ્યાર્થીને તા. 7 જાન્યુઆરી 2023ના રોજ સવારે 9 વાગ્યના આસપાસ શાળા ના સમય દરમિયાન ખીજાયને એક ઝાપટ મારી તથા જમણી આંખની નીચેના ભાગે ગાલ પર એક લાત મારી ઇજા પહોચાડતા ઘરે પહોચેલા તેના વાલીઓ સ્તબ્ધ થઇ ગયા હતાં અને આ અંગે પુછપરછ કરતાં શિક્ષકે માર માર્યો હોવાની જાણ થતાં બાળકના પિતા આવળભાઇ પરબતભાઇ કટારાએ તાત્કાલિક શેઠવડાળા પોલીસ સ્ટેશન પહોચી જઇ શિક્ષક શૈલેષભાઇ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...