જામનગરના અલીયાબાળામાં આવેલ (એ. એન. એમ & એફ. એચ. ડબલ્યુ સ્કૂલ)માં ટીબી રોગ જાગૃતતા અંગે માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને ટીબી રોગનું ભારત દેશમાં પ્રમાણ જણાવવામાં આવ્યું.
કાર્યક્રમમાં ટીબી રોગના લક્ષણો જેવા કે, બે અઠવાડિયાથી વધારે ઉધરસ આવવી, ગળફા સાથે લોહી આવું, ભૂખ ન લાગવી કે વજનઘટીજવો જેવા ટીબી રોગના લક્ષણો હોય અને તેની તપાસ કઈ કઈ રીતે થાય, દર્દીને શું કાળજી રાખવી જોઈએ અને તેને અટકાવામાટે શું કરવું જોઈએ ટીબીનું નિદાન, તપાસ અને સારવાર મફત તમામ આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવે છે અને દર્દીને સરકાર દ્વારા નીક્ષય પોષણ યોજના અંતર્ગત તમામ ટીબીના દર્દીને 500ની સહાય આપવામાં આવે છે.
તે અંગે પ્રેરણા અપાઇ અને ટીબી રોગ મુક્ત જામનગર થાય એવો સંકલ્પ લેવામાં આવ્યો હતો. અલીયાબાળા સ્કૂલ પ્રિન્સિપાલ ફિલોમીના એસ. પારઘે દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમ અવારનવાર સ્કુલ થાય તે અંગે આવકાર આપ્યો હતો. જીલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ પીપીએમ ચિરાગ કે. પરમાર અને ડી.પી.એસ વીકુંદભાઈ રાઠોડ દ્વારા વિદ્યાર્થી ઓને ટીબી રોગ અંગે માહિતી અપાઇ હતી તેમજ પત્રિકાઓ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.