મનપાની ટેક્સ રિબેટ યોજના:એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળશે 10 થી 25 ટકા સુધીનું વળતર, 16 એપ્રિલથી યોજનાનો પ્રારંભ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31 મેં સુધી યોજના અમલમાં રહેશે ઓનલઆઈન ટેક્સ ભરનારને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ મળશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23 એડવાન્સ વેરો ભરપાઇ કરવા પર રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. આગામી 16 એપ્રિલથી તા. 31 મે સુધી આ રિબેટ યોજના અમલમાં રહેશે. જેમાં જુદી જુદી કેટેગરીના 10 થી 25 ટકા સુધીનું રિબેટ કરદાતાઓને આપવામાં આવશે. જ્યારે ઓનલાઇન ટેક્સ ભરનારને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

જામનગર મહાપાલિકાએ જાહેર કરેલી રિબેટ યોજના અંતર્ગત 15 મેં સુધીમાં મિલકતવેરો અને વોટરચાર્જની એડવાન્સ રકમ ભરપાઇ કરનાર સામાન્ય કરદાતાને 10 ટકા જ્યારે સિનિયર સિટિઝન, વિકલાંગ, બીપીએલ કાર્ડ ધારક વિધવાઓને 15 ટકા, જ્યારે કન્યા છાત્રાલય, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25 ટકા વળતર આપવામાં આવશે. આ ઉપરાંત અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમ જેવી સંસ્થાઓને 25 ટકા રિબેટ આપવામાં આવશે.

એડવાન્સ વેરો ઓનલાઇન ભરપાઇ કરનાર કરદાતાને વધારાનું 2 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તા. 15 મે પછી એડવાન્સ વેરો ભરપાઇ કરનારને તા. 31-5 સુધી જાહેર કરાયેલા વળતર કરતાં 5 ટકા ઓછુ વળતર આપવામાં આવશે.એડવાન્સ વેરાની ચૂકવણી જામ્યુકોના કલેકશન વિભાગ, સિવિક સેન્ટર, નિયત કરાયેલી બેંકો, મોબાઇલ ટેકસ કલેકશન વેન તથા મહાપાલિકાની વેબસાઇટ પર કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...