પ્રિમોન્સુન કામગીરી વેગવંતી:જામનગરમાં તંત્ર દ્વારા કેનાલ સફાઈ તેમજ વીજતારને નડતા ઝાડ અને ડાળીઓ દૂર કરાઈ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા-જુદા ચાર વિભાગોમાં કેનાલોની સફાઈ માટે જે.સી.બી. ટ્રેક્ટર સહિતની મશીનરીઓ કામે લગાડાઈ

જામનગર શહેરમાં આગામી ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણીનો ભરાવો ન થાય, તેની તકેદારી રાખવાના ભાગરૂપે પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરના જુદા જુદા 11 જેટલા વિસ્તારોમાં કુલ 38 કિલોમીટર લંબાઈની કેનાલની સફાઈ તેમજ વીજતારને નડતા ઝાડ અને ડાળીઓ દૂર કરવામાં આવી છે. કેનાલની સફાઈ માટે 58 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, અને એક મહિનાના સમયગાળા દરમિયાન તમામ કેનાલોની સફાઈ પૂર્ણ કરી લેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે તાજેતરમાં મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડીની શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સરપ્રાઇઝ વિઝિટ પછી પ્રિમોન્સુન કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તાર, ખોડીયાર કોલોની વિસ્તારની કેનાલ, વિશ્વનાથ મંદિર રોડ પરની કેનાલ તેમજ ધરાનગર સાત નાલા વિસ્તારની કેનાલ, કે જયા જેસીબી, ટ્રેકટર સહિતની મશીનરીઓ ગોઠવીને પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તમામ કેનાલોમાં મોટાપાયે સફાઇ બીએસએનએલની ઓફિસ-અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ શાખાના અધિકારી શીંગાળાના માર્ગદર્શન હેઠળ પ્રીમોન્સૂન કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...