તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જામનગર-ખંભાળિયા હાઈવે પર ટેન્કર ચાલકે ટ્રકને પાછળથી ઠોકર મારી, ટેન્કરનો ચાલક ઈજાગ્રસ્ત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયો

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આજે વહેલીસવારના સમયે ઓકિસજન ભરેલુ ટેન્કર એરપોર્ટ નજીક આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં એક વ્યકિતને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શહેરથી નજીક આવેલા એરપોર્ટ પાસે ગુરૂવારે વહેલીસવારે સાડા ચાર વાગ્યાના અરસામાં ઓકિસજન ભરેલા ટેન્કરના ચાલકે આગળ જતા ટ્રક સાથે ટેન્કર અથડાતા અકસ્માત થયો હતો. વહેલીસવારે થયેલા અકસ્માતમાં સફીકભાઈ અહમદભાઈ શેખ(ઉ.વ.38) નામના યુવાનને ઈજા પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...