28મીએ કાર્યક્રમ:જામનગરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10મી સુધી અરજી લેવાશે
  • એક જ વિષયને​​​​​​​ લગતી ​​​​​​​રજુઆત કરી શકાશે

જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 સપ્ટેમ્બર 2022ને બુધવારના રોજ સવારના 11 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, (ગ્રામ્ય)માં યોજાશે. તા.10 સપ્ટેમ્બર સુધીમાં અરજદારોએ અરજી મોકલી દેવાની રહેશે.

આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને અરજી કરેલ હશે અને તે નિર્ણય થયા વગરની હશે તો જ અરજી સ્વીકારવામાં આવશે. જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.

કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં, તેમ મામલતદાર, જામનગર ગ્રામ્ય દ્વારા જણાવાયું છે. ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસનાં ચોથા બુધવારે યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...