તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Taking Money From 294 Women Under The Pretext Of Sewing Machine, Modiji Also Made A Letterpad With BJP Logo In The Name Of Youth Organization.

છેતરપિંડી:સિલાઇ મશીનના બહાને 294 મહિલા પાસેથી પૈસા ખંખેરી લીધા, મોદીજી યુવા સંગઠન નામે બીજેપીના લોગાવાળુ લેટરપેડ પણ બનાવી લીધું હતું

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહાયના નામે રૂ.73,500ની રકમ મેળવીને છેતરપિંડી કરી

જામનગરમાં રહેતી મહિલા સહિત 294 બહેનો પાસે સિલાઇ મશીન સહાયના બહાનેઅમદાવાદના ભેજાબાજ શખ્સે મોદીજી યુવા સંગઠન નામે બીજેપીના લોકોવાળુ બનાવટી લેટરપેડ બનાવી તમામ પાસેથી કુલ રૂ.73,500ની રકમ આંગડીયા મારફતે મેળવીને સિલાઇ મશીન ન આપી છેતરપીંડી આચર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે આરોપીને સકંજામાં લેવા માટે કવાયત હાથ ધરી છે.જામનગરમાં ગ્રેઇન માર્કેટ નજીક અંબાજી ચોક પાસે રહેતા હર્ષોબેન પ્રફુલ્લભાઇ રાવલ નામના સામાજિક કાર્યકર મહિલાનો મોબાઇલ પર અમદાવાદના શખ્સ સાથે સંપર્ક થયો હતો.

જેણે પોતે મોદીજી યુવા સંગઠનનો સંચાલક હોવાનુ કહીને બીજેપીના લોગોવાળુ બનાવટી લેટરપેડ તૈયાર કરી સરકારી યોજના હોવાનુ જણાવી મહિલાઓએ રૂ.250ની રકમ ભરે તો ફ્રીમાં સિલાઇ મશીન અપાવી દેશે એમ કહીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ભોગગ્રસ્ત સહિત લગભગ 294 મહિલાઓના મળી રૂ. 73,500ની રકમ એકત્ર કરીને આંગડીયા મારફતે અમદાવાદના આ યુવરાજસિંહ જુંજીયાને પહોચાડાતા અમુક આઇ કાર્ડો મોકલાયા હતા.

ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં રકમ મોકલવામાં આવ્યા બાદ લોકડાઉનનુ બહાનુ ધરી વારંવાર થોડા સમયમાં મશીનો આવી જશે એમ કહીને સમય વિતાવી દિધો હતો. છેલ્લા કેટલાક સમયથી તેનો ફોન બંધ આવતો હતો આથી મહિલાઓને તેની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ બનાવની હર્ષાબેનની ફરીયાદના આધારે પોલીસે યુવરાજસિંહ જુંજીયા (રે.અમદાવાદ) સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...