રજૂઆત:‘ખંભાળિયા-દ્વારકા હાઈવેનું કામ પૂર્ણ કરવા અંગે તાકીદે પગલાં ભરો’

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધુરા કામો અને ડાયવર્ઝનથી હાલાકી બેવડાઈ, તંત્રને રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા લાંબા સમયથી ખંભાળીયા દ્વારકાને જોડતા નેશનલ હાઇવેનું ફોરટેકનું કામ 1100 કરોડ જેટલા ખર્ચે ચાલી રહ્યું છે. જે કામ અનેક સ્થળે અધૂરા છે,હાઇવેના કામમાં રસ્તાની કાચા ડાયવર્ઝન કરાયા છે. જેમાં પાણા હોય ગાડી ચાલકોની ગાડી નીચેથી અડી જતા અકસ્માતો થવાના બનાવ સામે આવ્યા છે.અનેક જગ્યાએ પાણાના ઢગલા ખાડા હોય નાના ટુ વ્હીલર વાળા રોજ ફસાઈ જાય છે.આગામી સમયમાં દ્વારકા ખાતે આવેલ જગતમંદિર ખાતે દર વર્ષે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ યાત્રાળુઓ ચાલીને દ્વારકા ખાતે આવે છે. ત્યારે હવે પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા જવા શરૂ થવાના છે.જેમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓના સંઘ નીકળતો હોય ત્યારે આ અધૂરા કામો તથા ડાયવર્ઝનના કારણે પદયાત્રીઓ માટે અવરોધરૂપ તથા મુશ્કેલી સમાન બની રહેશે. આ અંગે તાકીદે પગલાં લેવા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ દ્વારા તંત્રને રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...