નિવેદન:‘સુપ્રિમના આદેશ મુજબ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારી લો’

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન
  • જામનગરમાં જલાની જાર વિસ્તારમાં કાર્યકર્તાના નિવાસસ્થાને બેઠક કરી

જામગનર આવેલા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા જોઇએ તેમ જણાવ્યું હતું.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા શુક્રવારે જામનગર આવ્યા હતાં. શહેરના જલાની જાર વિસ્તારમાં ઉપેન્દ્રભાઈ નામના કાર્યકર્તાના નિવાસસ્થાને તેમણે બેઠક યોજી હતી.

આ સમયે તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મસ્જિદો ઉપરથી લાઉડ સ્પીકરો ઉતારી લેવા જોઈએ. દેશમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી પડી છે. આથી સરકારે બેરોજગારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. તોગડિયા અગાઉ વિશ્વ હિન્દુ પરિષદમાં હતાં ત્યારે વર્ષ-2017 માં જામનગર આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...