આંદોલનની ચિમકી:ખાનગી શાળામાં પ્રવેશ પરીક્ષા 3 દિ’માં પગલા લો, નહીં’તો, એબીવીપીએ ડીઇઓને રજૂઆત કરી

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કરી પગલાં લેવા જણાવી ચિમકી આપી

જામનગરમાં જેકુરબેન સોની કન્યા વિધાલયમાં પ્રવેશ પરીક્ષાના વિરોધમાં એબીવીપીએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરી છે. જેમાં ત્રણ દિવસમાં તપાસ કરી પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

એબીવીપીના કાર્યકતાઓએ ડીઇઓને આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, જેકુરબેન સોની કન્યા વિધાલયમાં ધો.9 અને 11 માં પ્રવેશ પરીક્ષા અને સ્માર્ટ કલાસની ફી કોની મંજૂરીથી લેવાઇ રહી છે અને આ અંગે કોઇ પરિપત્ર છે કે કેમ તે અંગે તપાસ કરવી. આ અંગે રોજકામ કરતી સમયે એબીવીપીના કાર્યકતાઓને સાથે રાખવા. ફી લેનાર કર્મચારીઓના નિવેદન લેવા માંગણી કરી છે.

જો આ અંગે ત્રણ દિવસમાં તપાસ કરી પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. અત્રે નોંધનીય છે કે, બે દિવસ પહેલા શાળામાં આ મુદે એબીવીપીના કાર્યકર્તાઓ અને આચાર્યા વચ્ચે બોલાચાલી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...