તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:જામનગરના વકીલોના પ્રતીક ધરણાં

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં લઈને કોઈપણ જરૂરિયાતમંદ વકીલ તા. ૩૧-૧૨-૨૦ સુધી પોતાની આર્થિક ઉપજ માટે વકીલાતના વ્યવસાયની ગરિમા જળવાય તેવા કોઈપણ ધંધો, વ્યવસાય નોકરી કરી શકશે તેવા ઠરાવ કર્યો છે. આ ઠરાવના વિરોધમાં જામનગરમાં બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એન.વી.ગોહિલની આગેવાની હેઠળ મંગળવારેપ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે વકીલોએ જણાવ્યું હતું કે, વકીલાતનો ધંધો એક ગરીમાવાળો છે તેવો અન્ય ધંધો કયો ? અગર વકીલાતથી કોરોના ફેલાય તો અન્ય ધંધો નોકરીથી નહીં ફેલાય ? આતર્ક સમજમાં આવતો નથી. સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક, સેનેટાઈઝર વગેરે ઉપાયો સાથે વકીલાત થઈ શકે છે.છેલ્લા પાંચ મહિનાથી લોક ડાઉનના કારણે વકીલોની આર્થિક હાલત કથળી છે. માટે સત્વરે તમામ કોર્ટના કામકાજ શરૂ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...