તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:આયુર્વેદ ક્ષેત્રના તબીબોને સર્જરીની છૂટનાે વિરોધ જામનગરમાં 20 તબીબો દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન

જામનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર એસટી ડેપો વિસ્તારમાં તબીબોએ સરકારના નિર્ણયનો પ્રતિકાત્મક વિરોધ કર્યો

આયુર્વેદના તબીબોને સર્જરી કરવાની છૂટ આપવામાં આવી છે તેના વિરોધમાં દેશભરના તબીબોમાં વિરોધ ફાટી નીકળ્યો છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દિલ્હીની સૂચના મુજબ ગુરૂવારથી 14 દિવસ સુધી વારાફરતી ઉપવાસમાં ઉતરવાનો ડોક્ટરનો કાર્યક્રમ ગુરૂવારે જામનગરમાં શરૂ થયો છે જેમાં પ્રથમ ભૂખ હડતાલમાં 20 તબીબો જોડાયા છે.

આયુર્વેદ તબીબોને સર્જરી કરવાની સરકારે મંજુરી આપી હતી. જેના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રતીક ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યા છે. જામનગરમાં પણ ગુરૂવાર 20 તબીબો હડતાલમાં જોડાયા હતાં. જામનગરમાં આઈએમએના નેજા હેઠળ એસટી ડેપો પાછળ, હોસ્પિટલમાં તબીબોએ પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું હતું. જેમાં ડો. વિજય પોપટ, ડો. પ્રશાંત તન્ના, ડો. તલસાણિયા, ડો. દિયા ભગદે સહિતના 20 તબીબો ઉપસ્થિત રહ્યા હતાં અને સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો