જામનગરમાં વસવાટ કરતા માહેશ્વરી વણિક સમાજ દ્વારા મહેશ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજના જ એક નવયુવાને તલવારથી કરતબ કરી ઉપસ્થિત લોકોને દંગ કરી દીધા હતા. યુવાનની તલવારબાજીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો છે.
જોશથી સતત અઢી મિનિટ સુધી તલવાર ફેરવી
જામનગરમાં વસવાટ કરતા માહેશ્વર વણિક સમાજ દ્વારા 5155મી મહેશ નવમીની ઉજવણી કરી હતી. જેમાં સર્વેશ સારડા નામના યુવકે બંને હાથથી તલવાર ફેરવી ઉપસ્થિત લોકોને દંગ કરી દીધા હતા. સર્વેશ સારડાએ સતત અઢી મિનિટ સુધી તલવાર ફેરવતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યો હતો.
માહેશ્વર બંધુઓને એક સૂત્ર સાથે જોડી રાખવા કાર્યક્રમ યોજાયો
દ્વારકામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા સમીર સારડાના આમંત્રણથી માહેશ્વરી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં મહેશ નોમની ઉજવણીનું આયોજન થયું હતું. જેમાં સર્વેશ વોરાએ તલવારબાજી કરી ઉપસ્થિત લોકોને દંગ રાખી દીધા હતા. મહેશ નવમીની ઉજવણી અંતર્ગત રમત ગમત સ્પર્ધા, ઇનામ વિતરણ, નૃત્ય સામૂહિક રાત્રિભોજન, પાંજરાપોળ ગૌશાળામાં શુદ્ધ દેશી જેવી ખાતર વિતરણ, દ્વારકાધીશ મંદિરે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.