હુકમ:જમીન કેસમાં મીઠોઈના શખ્સને સાડા 6 વર્ષની સજા, દસ્તાવેજ કરી આપ્યા બાદ બેંકમાંથી લોન લઇ લીધી હતી

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોર્ટમાં ફરિયાદ દાખલ થયા બાદ તપાસનો હુકમ આપ્યો હતો

મુંબઈ રહેતા ઓશવાળ મહાજન દ્વારા લાલપુર ખાતેની જમીન સબંધી વિવાદ અંગે લાલપુરની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી આ કેસ ચાલી જતા મીઠોઈ ગામના શખસને છેતરપિંડીના કેસમાં તકસીરવાન ઠરાવી કુલ સાડા છ વર્ષની આકરી કેદની સજા અને રૂા.2000 નો દંડ ફટકાર્યો છે. મુંબઈ રહેતા ધીરજલાલ જીવરાજ ગુઢકા એ મીઠોઈ ગામ ના નભા ભીખુભા જાડેજા પાસેથી લાલપુર તાલુકાના મીઠોઈ ગામની જમીન રૂા.2,00,000 પુરતો અવેજ આપી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.

ઓશવાળ મહાજન શખ્સે આ જમીન રેવન્યુ રેકર્ડમાં પોતાનું નામ દાખલ કરવા અંગેની અરજી કરતા રેવન્યુ રેકર્ડની નોંધ કરી બેંક ઓફ બરોડા, લાલપુર શાખાનું નો-ડ્યુ રજુ ન થતા નામંજુર થઇ હતી. આમ તપાસ કરતા જાણવા મળેલ કે આ નટુભા ભીખુભા દ્વારા તમામ દસ્તાવેજ થઈ ગયા બાદ જમીન ઉપર લોન મેળવી લીધેલ હતી.આમ જમીન વેચાણ બાદ જમીનના ટાઈટલ બગાડવાના હેતુથી જમીન ઉપર બોજો ઉત્પન્ન કરી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને દગો કર્યો હતો. જે અન્વયે લાલપુરની કોર્ટમાં ખાનગી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

જે ખાનગી ફરીયાદ સી.આર.પી.સી. કલમ 202 મુજબ ઈન્કવાયરીમા ગયેલ જેનો રીપોર્ટ તા.15-7-2007 ના રજુ થયેલ જે રીપોર્ટ પોલીસ દ્વારા રજુ કરતા કોર્ટે જે તે વખતે નટુભા ભીખુભા તથા બેંક ઓફ બરોડાના મેનેજર સામે પ્રથમ દર્શનિય ગુનો બનતો હોય, પ્રોસેસ ઈશ્યુ કરેલ હતા.ત્યારબાદ પાછળથી બેંક ઓફ બરોડાના મેનેજરને ફરીયાદમાંથી ડોપ કરવામા આવેલ હતા.

ફરીયાદ પુરાવા અને ઉલટ તપાસ લેવાતા બંન્ને પક્ષકારોના કોર્ટ રૂબરૂના નિવેદન તથા બંન્ને પક્ષકારોની દલીલ ધ્યાને લઈ લાલપુર કોર્ટ દ્વારા આરોપી નટુભાઈ જાડેજાને ગુનામા તકસીરવાન ઠરાવી અને ત્યારબાદ બંન્ને પક્ષકારોના વકીલને સજા અંગે સાંભળી ફરિયાદીના વકીલ હેમલ એચ.ચોટાઈની દલીલ ધ્યાને લઈ આરોપી નટુભા જાડેજાને તકસીરવાન ઠેરવીને કુલ 6 વર્ષની સજા અને રૂા.2 હજારનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...